નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈન ઝડપી બોલર ઍસ શ્રીસંતની સજાનો સમયગાળો નક્કી કરશે. 2013ના સ્પોટ ફિક્સીંગ કેસમાં ગત મહિને પુરાવાના અભાવે સુપ્રીમ કોર્ટે શ્રીસંત પરથી બીસીસીઆઇ દ્વારા મુકયેલા આજીવન પ્રતિબંધને હટાવી દીધો હતો. હવે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ લોકપાલને ત્રણ મહિનાની અંદર શ્રીસંતની સજાનો સમયગાળો નક્કી કરવા કહ્યું છે.
જસ્ટિસ અશોક ભૂષણ અને કેઍલ જાસેફે બીસીસીઆઇ દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતાં આ વાત કરી હતી. ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે શ્રીસંતનો મુદ્દો જેણે પતાવ્યો હતો તે બીસીસીઆઇની ડિસીપ્લનરી કમિટી હવે કાર્યરત નથી, તેથી આ કેસ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોકપાલને મોકલી દેવો જાઇ. 15 માર્ચે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇની ડિસીપ્લનરી કમિટી દ્વારા શ્રીસંત પર લગાવાયેલો આજીવન પ્રતિબંધ હઠાવ્યો હતો. કોર્ટે ફરી કહ્યું હતું કે ડિસીપ્લનરી કમિટી ત્રણ મહિનાની અંદર ફરી વિચાર કરી શકે છે કે શ્રીસંતને કેટલા સમયની સજા આપવામાં આવે.