શ્રીલંકાની ટીમ પર પાકિસ્તાનમાં ત્રાસવાદી હુમલો થયો ત્યારથી બંધ ઇન્ટરનેશનલ ક્રિકેટ હવે ફરી પાકિસ્તાનમાં શરૂ થવાના અણસાર દેખાઇ રહ્યા છે. જે ટીમ પર હુમલો થયો હતો તે શ્રીલંકાની ટીમે જ પાકિસ્તાનમાં લાંબા સમય પછી ટેસ્ટ રમવાની તૈયારી બતાવી છે. જા બધુ સમુસુતરુ પાર ઉતરે તો 10 વર્ષના લાંબાગાળા પછી પાકિસ્તાનની ધરતી પર ઇન્ટરનેશનલ ટેસ્ટ રમાશે.
શ્રીલંકાની ટીમે તૈયારી બતાવ્યા પછી ઍ સંબંધિત તૈયારીને ગતિ આપવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ઍ શ્રીલંકન અધિકારીઓને તેમની ઍક સુરક્ષા ટીમ પાકિસ્તાન મોકલવાની વિનંતી કરી છે. પાકિસ્તાની અખબાર ધ નેશનના અહેવાલ અનુસાર સપ્ટેમ્બર-અોક્ટોબરમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે બે ટેસ્ટની સિરીઝ રમાવાની છે. આ બેમાંથી ઍક ટેસ્ટ લાહોર અથવા કરાચીમાં રમવાની શ્રીલંકાઍ તૈયારી બતાવી છે. પીસીબીના અઘિકારીઓ ઍવા પ્રયાસમાં છે કે બંને ટેસ્ટ પાકિસ્તાનમાં જ રમાય પણ ઍ બાબતે શ્રીલંકાના અધિકારીઓઍ હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય લીધો નથી.