વર્લ્ડકપ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે જેના માટે તેનું નોમિનેશન થયું છે તે ન્યુઝીલેન્ડર ઓફ ધ યર ઍવોર્ડ લેવાનું નકારી કાઢ્યું છે. સ્ટોક્સનું માનવું છે કે આ ઍવોર્ડ ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન જેવા દિગ્ગજોને મળવો જાઇઍ.
સ્ટોક્સે ઍક નિવેદનમાં કહ્યું હતું કે હું ન્યુઝીલેન્ડર ઓફ ધ યર ઍવોર્ડ માટે નોમિનેટ થવાથી ઘણો ખુશ છું. મને મારા ન્યુઝીલેન્ડ અને માઓરીના વારસા પર ગર્વ છે. પણ આ પ્રતિષ્ઠિત ઍવોર્ડ માટે મને નોમિનેટ કરવો યોગ્ય નથી. ઍવા લોકો છે જે આ ઍવોર્ડના ખરા હકદાર છે અને તેમણે ન્યુઝીલેન્ડ માટે ઘણું કર્યુ છે.
સ્ટોક્સ ન્યુઝીલેન્ડના માજી રગ્બી ખેલાડી અને કોચ ગેરાર્ડ સ્ટોક્સનો પુત્ર છે. સ્ટોક્સ 12 વર્ષની વયથી જ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયો છે. સ્ટોક્સે આ ઍવોર્ડ માટે વિવલિયમ્સનને નોમિનેટ કરવાનું સમર્થન કર્યુ હતું અને કહ્યું હતું કે હું મારો વોટ ન્યુઝીલેન્ડના કેપ્ટનને આપુ છું. સ્ટોક્સે કહ્યું હતું કે સમગ્ર દેશે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનનું સમર્થન કરવું જાઇઍ. તે કીવી લીજન્ડ છે