દિલ્હી : આઇપીઍલ ૨૦૧૯ની ૧૬મી મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદે મુકેલા 139 રનના લક્ષ્યાંકને સનરાઇઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં પાંચ વિકેટે આંબી લઇને વિજયની હેટ્રિક કરી હતી. સનરાઇઝર્સના આ વિજય સાથે તેઓ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયા હતા.
130 રનના લક્ષ્યાંક સામે ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોઍ 6.4 ઓવરમાં બોર્ડ પર 64 રન મુકી દઇને ફલાઇંગ સ્ટાર્ટ અપાવ્યો હતો. જો કે 68 રનના સ્કોર પર આ બંને પેવેલિયન ભેગા થયા તે પછી દિલ્હીની રનગતિ ધીમી પડી ગઇ હતી. 8 ઓવરમાં બે વિકેટે 68 રન કરનારું સનરાઇઝર્સ તે પછી ધીમુ પડ્યુ હતું અને મનીષ પાંડે અને વિજય શંકર પણ 101 રન બોર્ડ પર હતા ત્યારે આઉટ થયા હતા. તે પછી હુડ્ડા પણ આઉટ થઇ ગયો હતો. તે પછી 19મી ઓવરમાં મહંમદ નબીઍ ઍક ચોગ્ગો અને ઍક છગ્ગો ફટકારીને પોતાની ટીમને પાંચ વિકેટે જીતાડી હતી.
આ પહેલા ભુવનેશ્વરે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. દિલ્હી કેપિટલ્સની શરૂઆત ઍટલી સારી રહી નહોતી અને ત્રીજી ઓવરમાં જ પૃથ્વી શો આઉટ થયો હતો. તે પછી પાવરપ્લે પુરો થવાના સમયે શિખર ધવન પણ આઉટ થયો હતો અને પાવરપ્લેમાં દિલ્હીનો સ્કોર બે વિકેટે 36 રન હતો. પાવરપ્લે પછી પણ દિલ્હીની રન રેટમાં વધારો થયો નહોતો અને 9મી ઓવરમાં ઋષભ પંત આઉટ થતાં તેમને મોટો ફટકો પડ્યો હતો. 10 ઓવર પછી દિલ્હીનો સ્કોર 3 વિકેટે 56 રન હતો. તે પછી રાહુલ તિવેટીયા અને કોલિન ઇનગ્રામ પણ આઉટ થતાં દિલ્હીનો સ્કોર 5 વિકેટે 75 રન થયો હતો. દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યરે ઍક છેડો સાચવીને બેટિંગ કરી હતી અને તેણે 41 બોલમાં 43 રન બનાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવરોમાં અક્ષર પટેલે 13 બોલમાં 23 રન બનાવતા દિલ્હીની ટીમ 129 રન સુધી પહોંચી હતી.