નવી દિલ્હી : ફિરોજ શા કોટલા મેદાન પર ગુરૂવારે દિલ્હી કેપિટલ્સને 129 રને ઓલઆઉટ કર્યા પછી પોતાની બેટિંગ દરમિયાન એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો જે આઇપીએલની કોઇ અન્ય ટીમે હજુ સુધી કર્યો નથી. આ સિઝનમાં હૈદરાબાદની ઓપનીંગ જોડીએ હંમેશા ટીમને એક મજબૂત શરૂઆત અપાવી છે. સતત ચોથી મેચમાં તેમણે આ મોટો કહી શકાય એવો રેકોર્ડ કર્યો છે. હૈદરાબાદ એવી પહેલી ટીમ છેં જેણે સતત ચાર મેચમાં પાવરપ્લેમા એકપણ વિકેટ ગુમાવી નથી.
વોર્નર અને બેયરસ્ટોએ સતત સતત ત્રણ શતકીય ભાગીદારીનો પણ રેકોર્ડ કર્યો છે. તેમણે પહેલી ત્રણેય મેચમાં શતકીય ભાગીદારી કરી હતી, જે પણ આઇપીએલનો એક નવો રેકોર્ડ બન્યો હતો. જો તેના આંકડા પર નજર નાંખવામાં આવે તો એ જણાશે કે આ ચારેય મેચમાં ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની જોડીએ પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વગર અર્ધ શતકીય ભાગીદારી કરી છે.
ચાર મેચમાં પાવરપ્લેમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર
મેચ વિરોધી ટીમ સ્થળ સ્કોર
1લી મેચ કેકેઆર કોલકાતા 54/0
બીજી મેચ રાજસ્થાન હૈદરાબાદ 69/0
ત્રીજી મેચ આરસીબી હૈદરાબાદ 59/0
ચોથી મેચ દિલ્હી દિલ્હી કેપિટલ્સ 62/0
ચાર મેચમાં વોર્નર-બેયરસ્ટો વચ્ચે થયેલી ભાગીદારી
મેચ વિરોધી ટીમ સ્થળ ભાગીદારી
1લી મેચ કેકેઆર કોલકાતા 118
બીજી મેચ રાજસ્થાન હૈદરાબાદ 110
ત્રીજી મેચ આરસીબી હૈદરાબાદ 185
ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ દિલ્હી 62