હૈદરાબાદ : બુધવારે જ્યારે અહીં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઇપીઍલની મેચમાં મેદાને પડશે ત્યારે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાની ટ્રેન ચુકેલો અંબાતી રાયડુ પોતાની બેટ વડે તેનો જવાબ આપવા માગશે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની આ ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવાથી માત્ર 1 વિજય દૂર છે, ઍ સ્થિતિમાં રાયડુ માટે ઍક માત્ર નિરાશાનું કારણ વર્લ્ડ કપ ટીમમાંથી બાકાત રહેવાનું છે.
મુળે હૈદરાબાદના આ બેટ્સમેને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં અર્ધસદી ફટકારીને પોતાનું ફોર્મ પાછું મેïળવ્યું છે. ઍક સમયે ટીમ ઇન્ડિયામાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે સર્વશ્રેષ્ઠ વિકલ્પ મનાતો રાયડુ ટીમમાંથી બહાર થવાની હતાશા સનરાઇઝર્સ પર ઉતારવા આતુર રહેશે. ચેન્નઇની ટીમ 8 મેચોમાં 14 પોઇન્ટ લઇને ટોચના સ્થાને છે. જ્યારે સતત 3 મેચ હારી ચુકેલું સનરાઇઝર્સનો જુસ્સો જાણે કે ઠંડો પડી ગયો છે.
ઘરડા લોકોની ટીમ ગણાવાયેલી સીઍસકેની તાકાત ટીમ સંયોજનની વિવિધતા છે. સ્થિતિ અનુસાર તેની પાસે પ્લાન ઍ બી કે સી છે. તેની સામે સનરાઇઝર્સમાં ઓપનર ડેવિડ વોર્નર કે જાની બેયરસ્ટો આઉટ થઇ જાય તો આખી ટીમ પ્રેશરમાં આવી જાય છે. વોર્નરના 400 અને બેયરસ્ટોના 304 રન પછી વિજય શંકર 132 રન સાથે ત્રીજા ક્રમે છે. સનરાઇઝર્સની સમસ્યા તેનો મિડલ અોર્ડર છે મનીષ પાંડે 6 મેચમાં 54, દીપક હુડા 47 અને યુસુફ પઠાણ 32 રન જ કરી શક્યા છે.