હૈદરાબાદ : દિલ્હીને તેના ઘરમાં પછાડ્યા પછી સનરાઇઝર્સ હૈદરાબાદ શનિવારે પોતાના ઘરમાં જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ સામે આવતીકાલે મેદાનમાં ઉતરશે ત્યારે હૈદરાબાદની મજબૂત બેર્ટિંંગલાઇનઅપ સામે મુંબઇની મજબૂત બોલિંગને કારણે મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના છે. બંને ટીમ છેલ્લી મેચ જીતી હોવાથી શનિવારની પહેલી મેચમાં જારદાર જંગ જામવાના ઍંધાણ વર્તાઇ રહ્યા છે.
હૈદરાબાદની ટીમ ઘણી સંતુલીત છે તો સામે ઍ પણ જાણીતી વાત છે કે મુંબઇની ટીમ પોતાનો દિવસ હોય ત્યારે કોઇ પણ ટીમને પરાસ્ત કરી શકે છે. ચેન્નઇ સુપર કિંગ્સને આગલી મેચમાં હરાવીને તેણે આ વાત પુરવાર કરી છે. હૈદરાબાદે આ મેચ પોતાના ઘરઆંગણે રમવાની છે ઍટલે આ તો તેનું પલ્લું ભારે લાગે છે. ડેવિડ વોર્નર અને જાની બેયરસ્ટોની અોપનીંગ જાડી જારદાર ફોર્મમાં છે, પણ આ બંનેની સામે આ લીગનું સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે ત્યારે મેચ રસપ્રદ વળાંકો વાળી બની રહેવાની સંભાવના છે.
શનિવારે રાત્રે ધોની અને અશ્વિન વચ્ચે જંગ
ચેન્નઇ : આઇપીઍલમાં શનિવારે રાત્રે ચેન્નઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાનારી મેચમાં ઍકરીતે જાઇઍ તો ગુરૂ-શિષ્ય વચ્ચે જંગ ખેલાશે. ઍક સમયે ચેન્નઇ સુપર કિંગ્સની ટીમમાં રહેલો અશ્વિન પોતાના આ કેપ્ટન પાસેથી ટીમનું સુકાન સંભાળવાના ગુણ શીખ્યો છે. જા કે વિપરીત પરિસ્થિતિમાં ધોની શાંત રહે છે. જ્યારે અશ્વિનની શૈલી થોડી આક્રમક છે અને તે પરંપરાથી વિપરીત નિર્ણય લેતા અચકાતો નથી. બંને ટીમ ત્રણ-ત્રણ મેચ જીતી ચુકી છે અને બંનેનો ઇરાદો ઍકબીજા પર પ્રભુત્વ સ્થાપવાનો રહેશેષ અશ્વિન પહેલા ચેન્નઇમાંથી રમી ચુક્યો હોવાથી તેને પોતાના આ પહેલાના સાથી ખેલાડીઅો બાબતે થોડી માહિતી હશે અને તેનો ઉપયોગ તે આ મેચમાં કરી શકે છે.