સૂત્રોનું માનવામાં આવે તો પાકિસ્તાને આ વખતે વર્લ્ડ કપમાં આજે રમાનારી મેચમાં ભારતને હરાવવા માટે ઘણી બધી યોજનાઓ તૈયાર કરી છે. પાકિસ્તાન આજ સુધી ભારત ને વર્લ્ડ કપની મેચોમાં ક્યારેય પરાસ્ત કરી શક્યું નથી અને આ વખતે તો વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે પાકિસ્તાનના અમુક ફેન્સએ પાકિસ્તાની ક્રિકેટરોને ધમકી પણ આપી છે કે આ વખતે ભારત સામેની મેચ હારી ગયા તો દુબઇથી પાછા પાકિસ્તાન ના આવા માટે કહી દીધું છે.
રિપોર્ટ છે કે, પાકિસ્તાને એક બે નહીં પરંતુ ત્રણ ખેલાડીઓ મેચમાં ફિનિશર તરીકે રમવા માટે જવાબદારી સોંપી છે.
ફિનિશરનો રૉલ કરશે આ ત્રણેય ખેલાડી-
ભારતને પછાડવા માટે પાકિસ્તાને મોટો દાવ ખેલ્યો છે, એટલે કે ખાસ પ્લાન બનાવ્યો છે વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલી, ઓલરાઉન્ડર ઇમાદ વસીમ અને શાદાબ ખાને ફિનિશરના રૉલમાં રમવાનુ કહેવામાં આવ્યુ છે, ટીમે આ ત્રણેય ખેલાડીઓને મેદાન પર ભારતને હરાવવા માટે ફિનિશરની ભૂમિકામાં બેટિંગ કરવાનુ કહી દીધુ છે. વળી, ફાસ્ટ બૉલિંગ વિભાગમાં હસન અલી, હારિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદીને ધારદાર બૉલિંગ કરવાનુ પણ કહેવામાં આવ્યુ છે.
જયારે બાબર અને રિઝવાનનો જોડી ને ઓપનિંગ માટે ઉતારશે –
એ તો સ્પષ્ટ છે કે ભારત વિરુદ્ધ કેપ્ટન બાબર આઝામ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ઓપનિંગ કરશે. વળી, ફખર ઝમાન ત્રણ નંબર પર બેટિંગમાં ઉતરશે. સોમવારે વેસ્ટ ઇન્ડિઝ સામે વોર્મ અપ મેચમાં પણ આ ત્રણેય ખેલાડીઓએ બેટિંગ કરી હતી. આ પછી અનુભવી બેટ્સમેન મોહમ્મદ હાફિઝ ચાર નંબર પર આવ્યો અને શોએબ મલિક પાંચ નંબર પર રમ્યો હતો.
સંભવિત Pakistan Playing 11: બન્ને ટીમો આ મેચને વર્લ્ડકપ ફાઇનલ કરતાં પણ વધુ મહત્વની સમજે છે. જોકે ખાસ વાત છે કે, ભારતીય ટીમ આજ સુધી વર્લ્ડકપ ઇતિહાસમાં ક્યારેય પાકિસ્તાની ટીમ સામે હાર્યુ નથી, અને પાકિસ્તાનને ક્યારેય જીત મળી શકી નથી. પાકિસ્તાને ભારતને ટી20 વર્લ્ડકપમાં પછાડવા માટે નવી તૈયારીઓના ભાગ રૂપે આ રીતે ઉતારશે પ્લેઇંગ ઇલેવન………..
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન-
બાબર આઝમ (કેપ્ટન)
આસિફ અલી
ફકર જમાન
હૈદર અલી
મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર)
ઇમાદ વસીમ
મોહમ્મદ હાફીઝ
શાદાબ ખાન
શોએબ મલિક
હરીશ રાઉફ
હસન અલી
શાહીન શાહ આફ્રિદી
પાકિસ્તાનની 15 સભ્યોની ફૂલ સ્ક્વૉડ-
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (ઉપકેપ્ટન), આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, હારિસ રાઉફ, હસન અલી, ઇમાદ વસીમ, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝાવાન (વિકેટકીપર), મોહમ્મદ વસીમ જૂનિયર, સરફરાજ અહેમદ (વિકેટકીપર), શાહિન શાહ આફ્રિદી, શોએબ મલિક.