ઇન્ડિયન ક્રિકેટ ટીમે ફરી એકવાર કર્યું એવું કામ જેનાથી દુનિયા ભરના લોકોએ ભારતના વખાણ કર્યા.
ગઈકાલે ભારત પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો પરંતુ મેચ અગાઉ ભારતીય ટીમ ઘૂંટણ પર બેસી ગયેલી જોવા મળી હતી. જાણો શું છે આખો મામલો.
મેચ અગાઉ ભારતીય ટીમ ઘૂંટણ પર બેસીને ‘બ્લેક લાઈવ્સ મેટર્સ”ને સમર્થન આપ્યું હતું. ભારતીય ટીમ મેચની શરૂઆત થતાની સાથે ઘૂંટણ પર બેસી ગયેલી જોવા મળી હતી. શરૂઆત પહેલા ભારતીય ખેલાડીઓએ ઘૂંટણ પર બેસીને ”બ્લેક લાઈવ્સ મેટર્સ”ને ટેકો આપ્યો હતો. સમગ્ર વિશ્વમાં અશ્વેત લોકોને સમર્થન આપવા માટે આ અભિયાન ચાલી રહ્યું છે.
જોકે પાકિસ્તાનના ખેલાડીઓએ આવું કર્યું નથી. તેણે આદરપૂર્વક તેની છાતી પર હાથ મૂક્યો. આ પહેલા ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં બંને ટીમના ખેલાડીઓએ આ કારનામું કર્યું હતું. ઈંગ્લેન્ડના ખેલાડીઓ ભૂતકાળમાં પણ આ અભિયાનને સમર્થન આપતા રહ્યા છે. દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ જેવા વિશ્વના ઘણા ક્રિકેટ બોર્ડે પણ આ માટે સંપૂર્ણ યોજના બનાવી છે.
”બ્લેક લાઈવ્સ મેટર્સ”ને ટેકો
ગયા વર્ષે અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડની નકલી નોટોના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ પોલીસની પકડમાં જ તેનું મોત થયું હતું. આ પછી અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં મોટા પ્રદર્શન થયા. અશ્વેત લોકોને ટેકો આપવા માટે કોઈ ઇવેન્ટ અથવા ઇવેન્ટ દરમિયાન ખેલાડીઓ ઘૂંટણિયે બેસી જાય છે. ક્રિકેટ પહેલા તે ફૂટબોલ સહિત ઘણી રમતોમાં પણ જોવા મળ્યો હતો. અગાઉ આઈપીએલ દરમિયાન હાર્દિક પંડ્યાએ આવું કર્યું હતું.
જોવા જઇયે તો ભારતીય ક્રિકેટ ટીમની સૌથી વધુ મિત્રતા અશ્વેત ખેલાડીઓ સાથે વધારે પડતી જોવા મળે છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો સાથે ભારતીય ટીમના ખેલાડીઓની સૌથી વધુ મિત્રતા જોવા મળે છે. જેમાં બ્રાવો,ક્રીસ ગેલ અને પોલાર્ડ જેવા ખેલાડીઓ તો સૌથી વધુ ઇન્ડિયામાં જ રહેવાનું પસંદ કરે છે.