લીડ્સમાં રમાયેલી વર્લ્ડ કપની પોતાની અંતિમ લીગ મેચમાં 55 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી એન્જેલો મેથ્યુઝની સદી અને લાહિરુ થિરિમાને સાથેની તેની 124 રનની ભાગીદારી કરીને 7 વિકેટે 264 રનની ભાગીદારી કરીને ટીમ ઇન્ડિયા સામે 265 રનનો લક્ષ્યાંક મુક્યો હતો., જેને ભારતીય ટીમે રોહિતની સતત ત્રીજી અને ટુર્નામેન્ટની પાંચમી તેમજ વિક્રમી સદી અને કેએલ રાહુલની ટુર્નામેન્ટની પહેલી સદીની મદદથી 44મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને કબદે કરી લઇને મેચ 7 વિકેટે જીતી લીધી હતી.
265 રનના લક્ષ્યાંકની સામે રોહિત શર્માં અને કેએલ રાહુલે જોરદાર શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને પહેલી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ પોતાનું જોરદાર ફોર્મ જાળવી રાખીને સતત ત્રીજી જ્યારે ટુર્નામેન્ટની પાંચમી સદી ફટકારીને રેકોર્ડ કર્યો હતો. તે 94 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 105 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. રાહુલે વનડેમાં પોતાની બીજી અને ટુર્નામેન્ટની પોતાની પહેલી સદી ફટકારી હતી. તે 118 બોલમાં 111 રન કરીને આઉટ થયો હતો. તે પછી 42 ઓવરમાં ઋષભ પંત આઉટ થયો હતો અને અંતે કેપ્ટન વિરાટ કોહલી 34 તો હાર્દિક પંડ્યા 7 રન સાથે નોટઆઉટ રહીને બાકીનું કામ પુરૂ કરીને ટીમને વિજય સુધી લઇ ગયા હતા.
55 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી લાહિરુ થિરિમાને અને એન્જેલો મથ્યુઝે 124 રનની ભાગીદારી કરી ટીમને ઉગારી
આ પહેલા શ્રીલંકાની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી અને 12મી ઓવરમાં જ તેમણે દિમુથ કરુણારત્ને 10, કુસલ પરેરા 18, અવિષ્કા ફર્નાન્ડો 20 અને્ કુસલ મેન્ડિસ 3 રન બનાવીને આઉટ થયા ત્યારે બોર્ડ પર માત્ર 55 રન હતા. જો કે અહીંથી મેથ્યુઝ અને થિરિમાનેએ મળીને બાજી સંભાળી હતી અને તેમણે મળીને 124 રનની ભાગીદારી કરીને 38મી ઓવરમાં સ્કોરને 179 પર લઇ ગયા ત્યારે થિરિમાને 53 રન કરીને આઉટ થયો હતો. જો કે મેથ્યુઝે પોતાની ઇનિંગને આગળ ધપાવી ને 115 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. તેણે છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં ધનંજય ડિ સિલ્વા સાથે 74 રનની ભાગીદારી કરી ટીમના સ્કોરને 250 પાર પહોંચાડ્યો હતો. ડિ સિલ્વાએ 29 રનની ઇનિંગ રમી હતી. જો કે અંતિમ 10 ઓવરમાં શ્રીલંકા માત્ર 64 રન જ બનાવી શક્યું હતું,