ભારતીય ટીમ 5મી જૂને અહીંના રોઝ બાઉલ મેદાન પરથી દક્ષિણ આફ્રિકા સામે રમીને પોતાના વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરવા જઇ રહી છે. ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા આ મેદાન પર પહેલીવાર ઍકબીજાની સામે આવશે, જો કે રસપ્રદ વાત ઍ છે કે આ મેદાન પર બંને ટીમો અલગઅલગ હરીફ સામે કુલ 3-3 મેચ રમી ચુકી છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ વર્લ્ડ કપમાં પહેલીવાર મેદાને ઉતરી રહી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની આ ત્રીજી મેચ હશે. આ પહેલા તે ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે હારી ચુક્યું છે.
બંને ટીમ વચ્ચે આ મેદાન પર પહેલી મેચ પણ બંને ટીમ આ મેદાન પર અલગ અલગ ૩-૩ મેચ રમી ચુકી છે. ભારતીય ટીમ આ મેદાન પર કુલ બે મેચ રમવાની છે, જેમાંથી ઍક 5મી જૂને દક્ષિણ આફ્રિકા સામે તો બીજી ૨૨ જૂને અફઘાનિસ્તાન સામે તેણે રમવાની છે.
ભારતીય ટીમ આ મેદાન પર આ પહેલા કુલ ૩ મેચ રમી ચુક્યું છે જેમાંથી તે માત્ર ઍક મેચ જીતી શકી છે, ટીમ ઇન્ડિયાઍ આ મેદાન પર 11 સપ્ટેમ્બર 2004માં વિજય મેળવ્યો હતો, જ્યારે 2007 અને 2011માં અહીં યજમાન ઇંગ્લેન્ડ સામે તેનો પરાજય થયો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકા પણ અહીં ત્રણ મેચ રમ્યું છે જેમાંથી તેણે 2003માં ઝિમ્બાબ્વે અને 2012માં ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી, જ્યારે 2017માં તે ઇંગ્લેન્ડ સામે હાર્યુ હતું.
પહેલીવાર આ મેદાન પર રમાશે વર્લ્ડ કપની મેચ
ધ રોજ બાઉલ સ્ટેડિયમની સ્થાપના 2001માં થઇ હતી, ઇંગ્લીશ કાઉન્ટી હેમ્પશાયરનું આ હોમ ગ્રાઉન્ડ છે. આ ઍક નવું ગ્રાઉન્ડ છે જ્યાં આ પહેલા વર્લ્ડ કપની કોઇ મેચ રમાઇ નથી. જો કે આ વખતે અહીં ઍક બે નહીં પણ કુલ 5 મેચ રમાશે. આ સ્ટેડિયમમાં કુલ 92,542 દર્શકોને સમાવવાની ક્ષમતા છે.
રોઝ બાઉલની પીચ બેટિંગ ફ્રેન્ડલી, મોટો સ્કોર બનશે
રોઝ બાઉલની વિકેટ બેટિંગ માટે અનુકુળ માનવામાં આવે છે. 2017થી અત્યાર સુધી અહીં ઓછામાં ઓછો સ્કોર 288 રન થયો છે. જ્યારે ઓવરઓલ શ્રેષ્ઠ સ્કોર 373/3નો છે. આ સ્કોર ઇંગ્લેન્ડે ગત મહિને 11મી મેના રોજ પાકિસ્તાન સામે બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાની ટીમે પણ 7 વિકેટે 361 રન કર્યા હતા. તેનાથી ઍ અંદાજા બાંધી શકાય છે કે જે ટીમ અહીં પહેલી બેટિંગ કરશે તે 350થી વધુનો સ્કોર બનાવવાનો પ્રયાસ કરશે.