નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના માજી કેપ્ટન સૌરવ ગાંગુલી સામે હિતોના ટકરાવના ભંગનો મુદ્દો ઉઠ્યા પછી હવે
સચિન તેંદુલકર અને વીવીએસ લક્ષ્મણ સામે પણ હવે હિતોના ટકરાવ સંબંધી મુદ્દો ઊભો થયો છે. ગાંગુલી સામે
દિલ્હી કેપિટલ્સના સલાહકાર હોવાને કારણે હિતોના ટકરાવ સંબંધી નિયમના ભંગનો મુદ્દો ઉઠ્યો હતો. કારણ કે
ગાંગુલી બોર્ડની ક્રિકેટ એડવાઉઝરી કમિટીનો પણ સભ્ય છે અને હવે ક્રિકેટ એડવાઇઝરી કમિટીના અન્ય બે સભ્યો
સચિન અને લક્ષ્મણ સામે પણ આ મુ્દ્દો ઉઠાવાયો છે.
મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશના સભ્ય સંજીવ ગુપ્તાએ સચિન અને લક્ષ્મણ સામે હિતોના ટકરાવ સંબધી નિયમના ભંગનો મુદ્દો ઉઠાવ્યો છે. સંજીવ ગુપ્તાએ 17 એપ્રિલે ફરિયાદ દાખલ કરીને બીસીસીઆઇને તમામ નિયમો બાબતે જણાવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે સચિન તેંદુલકર પર હિતોના ટકરાવના નિયમ 38 (બી) છે. જેમાં કોઇપણ વ્યક્તિ જે કોઇ ફ્રેન્ચાઇઝીના શાસન, મેનેજમેન્ટ અથવા રોજગારમાં હોય, તો તે એક સમયે એકથી વધુ પદ ધરાવી શકે નહીં. લક્ષ્મણ સામે તેમણે નિયમ (4) બી જેમાં સીએસી સભ્ય, (જે) કોઇ ફ્રેન્ચાઇઝીના વહીવટ અને (ડી) ટીવીમાં કોમેન્ટેટર તરીકે હોવા સંબંધી નિયમોના ભંગની આંગળી ચીંધી છે.