ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ સોમવારે ઍવું કહ્યું હતું કે પહેલી ઓગસ્ટથી શરૂ થઇ રહેલી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ક્રિકેટના પાંચ દિવસીય ફોર્મેટને વધુ પ્રાસંગિક બનાવશે. ટેસ્ટ ચેમ્પિયનશિપના પહેલા સેશનમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝ ઍમ કુલ 9 ટીમો આગામી બે વર્ષમાં 27 સિરીઝની 71 ટેસ્ટમાં ટેસ્ટ ચેમ્પિયનશિપના ટાઇટલ માટે ઍકબીજા સામે બાથ ભીડશે.
કોહલીઍ વેસ્ટઇન્ડિઝ પ્રવાસે રવાના થતાં પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે ઘણાં ઉત્સાહ સાથે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રાહ જાઇ રહ્યા છીઍ, કારણકે આ રમતના લોંગ ફોર્મેટને તે પ્રાસંગિક બનાવશે. તેણે કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ ઘણું પડકારજનક છે અને પરંપરાગત ફોર્મેટમાં ટોચ પર રહેવું હંમેશા સંતોષકારક હોય છે. ભારતીય ટીમે હાલના વર્ષોમાં ઘણું જોરદાર કામ કર્યુ છે અને ચેમ્પિયનશિપમાં અમારી પાસે સારી તક હશે. તેણે કહ્યું હતું કે ક્રિકેટ વર્લ્ડકપ પછી ટી-20 વર્લ્ડકપ પર ફોક્સ કેન્દ્રિત થયું છે પણ ટેસ્ટ ક્રિકેટને આગળ વધારવા માટે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ રસ જળવાઇ રહેવો જાઇઍ.