નવી દિલ્હી : તાજેતરમાં જ્યારે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી ત્યારે ઘણાંને એ વાતે
નવાઇ લાગી હતી કે ટીમમાં ઋષભ પંતને સામેલ કરાયો નહોતો. ટીમ પસંદગીની જાહેરાતની પ્રેસ કોન્ફરન્સમાં
મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદને પંત બાબતે સવાલ કરાયો ત્યારે તેમણે પંતની મેચ્યોરિટી બાબતે સવાલ
કર્યો હતો. પંતની સૌથી વધુ ટીકા એ વાતે થાય છે કે તે મેચ ફિનીશ નથી કરી શકતો. જો કે રાજસ્થાન રોયલ્સ
વિરુદ્ધ પંતે જે જવાબદારી ભરી ઇનિંગ રમીને મચ ફિનિશ કરી તેનાથી એવું કહી શકાય કે તેણે હવે આ વાત
શીખવા માંડી છે.
પંતે તાજેતરમાં જ એવું કહ્યું હતું જ્યારે તમારી પસંદગી નથી થતી ત્યારે ઘણું ખરાબ લાગે છે, જો કે હવે હું એ
વાતથી ટેવાઇ ગયો છું. બધી વસ્તુઓ તમારા અનુસાર નથી થતી, તો પછી તમારે પોતાની જાતને પોઝિટીવ
રાખવા માટેનો માર્ગ શોધવાનો હોય છે. મહત્વપૂર્ણ એ હોય છે કે તમે એ જાણો છો કે કેવી રીતે આગળ વધવાનું હોય છે.
મુખ્ય પસંદગીકાર પ્રસાદના મેચ્યોરિટી સંબંધી નિવેદન અંગે કહ્યું હતું કે હું કોઇપણ ટીકાને હકારાત્મક લઉ છું. મેચ પુરી કરવી મહત્વપૂર્ણ છે. મારે એ શિખવું પડશે કે હું સતત આવું કરી શકું. તમે તમારા અનુભવો અને તમારી ભુલોમાંથી શીખો છો. બધી વસ્તુઓ એક રાતમાં ન બદલાઇ શકે, હું માત્ર 21 વર્ષનો છું મારામાં પણ મેચ્યોરિટી આવતા આવશે.