નવી દિલ્હી : ક્રિકેટના ‘ભગવાન’ ગણાતા સચિન તેંડુલકરની તે વ્યક્તિની શોધ પૂર્ણ થઇ ગઈ છે, જે વ્યક્તિએ એક સમયે તેના બેટિંગમાં ખામી કાઢી હતી. માસ્ટર બ્લાસ્ટરે 14 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને આ વિશેષ વ્યક્તિને શોધવામાં મદદ માંગી હતી. હવે બંને ટૂંક સમયમાં મળી શકે છે.
સચિન તેંડુલકરે પોતાના વીડિયોમાં કહ્યું, ‘તે ચેન્નાઈની વાત છે. મેં એકવાર હોટલમાં કોફી માંગી. થોડા સમય પછી એક વ્યક્તિ કોફી લઈને આવ્યો. તેણે કહ્યું કે હું તમારી સાથે ક્રિકેટ વિશે વાત કરવા માંગુ છું. પછી તેણે કહ્યું કે જ્યારે હું કોણી રક્ષક સાથે બેટિંગ કરું છું ત્યારે મારા બેટના સ્વિંગ બદલાય છે. ”સચિન જે વ્યક્તિનો ઉલ્લેખ કરી રહ્યો છે તે ગુરુપ્રસાદ છે. પહેલા તો તેને વેઈટર માનવામાં આવ્યો, પરંતુ તેણે કહ્યું કે, તે હોટેલમાં સિક્યુરિટી ગાર્ડ હતો.
સચિન તેંડુલકરે તેના વીડિયોમાં વધુમાં કહ્યું છે કે, ‘મેં આ વિષય પર કોઈની સાથે વાત કરી નથી. તે એવું કંઈક હતું જે ફક્ત હું જાણતો હતો. પરંતુ હોટેલના વ્યક્તિએ કહ્યું કે તેણે મારી બેટિંગને વારંવાર જોઇ છે, જે બતાવે છે કે કોણી રક્ષક પહેરવાથી મારા બેટના સ્વિંગ બદલાઈ જાય છે. તમે તેના પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ વાતચીત પછી મેં મારા કોણી રક્ષક ફરીથી ડિઝાઇન કર્યા.’ સચિને આ વીડિયોમાં કહ્યું કે, તે વ્યક્તિને મળવા માંગે છે. શું કોઈ મદદ કરી શકે છે.’
Thank you Mr. Tendulkar for sharing your memorable encounter with our colleague during your stay in Chennai. We are proud of our associates who have imbibed the culture of Tajness. We have located him and would be delighted to connect the two of you for a meeting. pic.twitter.com/USvyW88BxY
— Taj Hotels (@TajHotels) December 15, 2019
સચિન તેંડુલકરે આ વીડિયો પોસ્ટ કર્યાના લગભગ 24 કલાક પછી હોટલ તાજને તે વ્યક્તિ મળી. હોટલ તાજે સચિનને જવાબ આપ્યો, ‘શ્રી તેંડુલકર, આભાર કે તમે તમારી સ્મૃતિઓ અમારા સ્ટાફ સાથે શેર કરી. અમે તેને શોધી લીધો છે અને ટૂંક સમયમાં તમારી તેની સાથે મુલાકાત કરાવીશું.’
બીજી તરફ ગુરુપ્રસાદે કહ્યું, ‘કોઈપણ ચાહક તેમના પ્રિય ખેલાડીને મળવા માંગે છે. મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે આવા મહાન ખેલાડી મને મળવા માંગે છે. સૌથી મહત્વની બાબત એ છે કે હું જ્યાં રહું છું લોકો મારા કરતા વધારે ઉત્સાહિત છે. તેથી હું સચિનને મારી અને મારા પરિવાર સાથે થોડો સમય વિતાવવા વિનંતી કરું છું. ‘