અમદાવાદ : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લગ્ન કરી લીધા છે. સોમવાર રાત્રે બન્નેએ ટ્વીટ કરી ખુદ લગ્નની વાત કન્ફર્મ કરી હતી. ક્રિકેટ અને ફિલ્મી સેલિબ્રિટી વચ્ચે બનનારી આ સાતમી જોડી છે.જલ્દી બન્ને પરિવાર સાથે ભારત પરત ફરશે. અહી રિસેપ્શન આપ્યા બાદ બન્ને દક્ષિણ આફ્રિકા રવાના થઇ જશે. વિરાટ અહીં ક્રિકેટ શ્રેણી માટે તૈયારી કરશે. આ દરમિયાન હનીમૂન અને બન્ને ન્યૂ યર પણ મનાવશે. લગ્ન માટે સચિન તેંદુલકર, શાહરૂખ ખાન સહિત 50 હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. બીજી તરફ અભિષેક બચ્ચન, હરભજન સિંહ, શાહિદ કપુર અને કપિલ શર્મા સહિત કેટલીક સેલિબ્રિટીએ વિરાટ-અનુષ્કાને લગ્નની શુભેચ્છા પાઠવી હતી.
ક્રિકેટ-ફિલ્મ જગતની સાતમી જોડી
1.મંસુર અલી ખાન પટૌડી-શર્મીલા ટાગોર
2. રીના રોય-મોહસીન ખાન
3. અઝહરૂદ્દીન- સંગીતા બિઝલાણી
4. હરભજન સિંહ- ગીતા બસરા
5. યુવરાજ સિંહ – હેઝલ કીચ
6. ઝહીર ખાન- સાગરીકા ઘાટગે
વિરાટની ટ્વીટ પોતાના લગ્નના કરેલા ટ્વીટને 3 કલાકમાં 2.15 લાખ વખત લાઇક થઇ(2017માં સૌથી વધુ વખત). તો અનુષ્કાની ટ્વીટ 1.5 લાખ વખત લાઇક થઇ
આવો છે દક્ષિણ આફ્રિકાનો કાર્યક્રમ
ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ, 6 વન ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. ટેસ્ટ 5 જાન્યુઆરીથી શરૂ થઇ 28 જાન્યુઆરી સુધી રમાશે. જ્યારે પ્રથમ વન ડે 1 ફેબ્રુઆરીથી અંતિમ 16 ફેબ્રુઆરીએ રમાશે. ટી-20 મેચ 18,21 અને 24 ફેબ્રુઆરીએ રમાશે.
વિરાટ કોહલીના બે વેડિંગ રિસેપ્શન હશે
વિરાટ કોહલીનું પ્રથમ વેડિંગ રિસેપ્શન 21 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે. અહીં વિરાટ-અનુષ્કાના સબંધીઓ શામેલ થશે. બીજો રિસેપ્શન 26 ડિસેમ્બરે મુંબઇમાં યોજાશે. જેમાં બોલિવુડ અને ક્રિકેટ જગતની હસ્તીઓ શામેલ થશે. મુંબઇમાં રિસેપ્શનમાં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, હરભજન સિંહ,રોહીલ શર્મા, મહેન્દ્રસિંહ ધોની શામેલ થઇ શકે છે. બોલિવુડમાંથી આદિત્ય ચોપડા, રાની મુખરજી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન શામેલ થઇ શકે છે.
વિરાટ સાથે દક્ષિણ આફ્રિકા જશે અનુષ્કા
અનુષ્કા વિરાટ સાથે દક્ષિણ આફ્રિકા જશે, વિરાટ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રવાસની તૈયારીમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાશે. અનુષ્કા ન્યુ યરનું સેલિબ્રેશન વિરાટ સાથે દક્ષિણ આફ્રિકામાં જ કરશે. અનુષ્કા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ભારત પરત ફરશે. તે બાદ તે એક ફિલ્મ માટે મુંબઇમાં શાહરૂખ ખાન સાથે શૂટિંગ શરૂ કરશે. વિરાટ બે મહિના સુધી દક્ષિણ આફ્રિકામાં રહશે. જ્યાં ટીમ ઇન્ડિયા ત્રણ ટેસ્ટ, છ વન ડે અને ત્રણ ટી-20 મેચ રમશે.