ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ પોતાના ડેપ્યુટી રોહિત શર્મા સાથે વિખવાદ હોવાની વાતને આજે અહીં પત્રકાર પરિષદમાં સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. વેસ્ટઇન્ડિઝ પ્રવાસે જવા પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં પહેલાથી મનાતુ હતું તે સવાલોનો સામનો કેપ્ટન અને કોચે કરવાનો આવ્યો હતો. જો કે આ સંબંધે પુછાયેલા સવાલના જવાબમાં રોહિત સાથેના વિવાદની વાતને કોહલીઍ હાસ્પાસ્પદ ગણાવી હતી.
વિરાટ કોહલીઍ કહ્યું હતું કે મેં પણ આ બાબતે ઘણું સાંભળ્યું છે. જે સાંભળવા મળે છે તે બહારથી જ સાંભળવા મળે છે. જુઓ ટીમમાં જા બધુ યોગ્ય ન ચાલતું હોત તો અમે આ મુકામે પહોંચ્યા જ ન હોત. વર્લ્ડ ક્રિકેટમાં ટોચના સ્થાને પહોંચવા માટે સૌથી જરૂરી પરસ્પરની સમજ હોય છે. તેના વગર કંઇ થઇ શક્તું નથી. તેણે કહ્યું હતું કે અમે જ્યારે ક્રિકેટની શરૂઆત કરી ત્યારે અમે 7માં ક્રમે હતા અને તે પછી હવે નંબર વન બન્યા છીઍ. જો અમારી વચ્ચે તંગદીલી હોત તો આવું થયુ ન હોત.
આ બાબતે કાઉન્ટર સવાલ કરવામાં આવતા કોચ રવિ શાસ્ત્રીઍ કોહલીને અટકાવીને પોતે તેનો જવાબ આપતા કહ્યું હતું કે આ બાબતે હું કહું છું. ઍમ કહીને રવિ શાસ્ત્રીઍ કહ્યું હતું કે ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ શેર કરે છે અને હું પણ તેનો હિસ્સો છું. જે પ્રકારના સમાચારો આવે છે તેવું કંઇ છે જ નહીં. આ બધુ જ બકવાસ અને મીડિયાઍ જાતે ઉપજાવેલી સ્ટોરી છે. કોઇ પણ વ્યક્તિ રમતથી મોટો નથી, ન હું, ન કોહલી, કે ન તો ટીમનો અન્ય કોઇ ખેલાડી.
ખેલાડીઓની પર્સનલ લાઇફ પર સમાચાર બનાવવા યોગ્ય નથી :કોહલી
વિરાટ કોહલીઍ રોહિત સાથેના વિખવાદમાં પર્સનલ લાઇફનો સમાવેશ કરવા સામે નારાજગી વ્યક્ત કરી હતી. સમાચારોમાં કહેવાયું હતું કે અનુષ્કાઍ રિતીકાને અને રિતીકાઍ કોહલીને અન ફોલો કરી દીધા છે. આ બાબતે વિરાટ કોહલીઍ કહ્યુંં હતું કે મને નથી ખબર કે રોહિત અને મારા વચ્ચે વિખવાદની કોણ કાલ્પનિક કથા બનાવી રહ્યું છે. અમારી પર્સનલ લાઇફને પણ તેમાં વિનાકારણે ઢસડવામાં આવી છે. ખેલાડીઓની પર્સનલ લાઇફ અંગે સમાચારો બનાવવા ઍ યોગ્ય નથી.
રવિ ભાઇ કોચ તરીકે જળવાઇ રહેશે તો અમને ચોક્કસ જ ખુશી થશે : વિરાટ કોહલી
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ સોમવારે અહીં ઍવું કહ્યું હતું કે રવિ શાસ્ત્રી જા ટીમના કોચ તરીકે જળવાઇ રહેશે તો ચોક્કસ જ અમને ખુશી થશે. કોહલીને જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં પુછાયું કે આગામી કોચ કોણ હશે? ત્યારે તેણે કહ્યું હતું કે રવિ ભાઇ બનશે તો અમને ખુશી થશે. તેણે કહ્યું હતું કે ક્રિકેટ સલાહકાર સમિતિઍ આ બાબતે હજુ મારો સંપર્ક કર્યો નથી.