ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટ મેદાન પર પોતાની આક્રમકતા માટે જાણીતો છે, પણ તેના માટે તેણે ઘણીવાર ટીકાનો સામનો પણ કરવો પડે છે. જા કે ક્રિકેટ વિશ્વના દિગ્ગજ અને મહાન ખેલાડી વિવિયન રિચાર્ડસે કોહલીની આક્રમકતાની પ્રશંસા કરી છે અને તેમણે જાતે જ પોતાની તુલના વિરાટ કોહલીની સાથે કરતાં કહ્યું હતુંં કે રમત અને માનસિકતાની દૃષ્ટિઍ જે મારી પાસે હતું તે આજે કોહલીની પાસે છે.
સલામ ક્રિકેટ 2019 કોન્કલેવમાં રિચર્ડસે કહ્યું હતું કે મને આવા છોકરાઓ ગમે છે, લોકો આક્રમકતાની વાત કરે છે પણ હકીકતમાં તો તે પોતાની જાત પર વિશ્વાસ રાખવા જેવું હોય છે. પોતાન ઘરની ચાવી પોતાની પાસે હોવા જેવી આ વાત છે. વિરાટમાં ઍવું ઘણું છે, જે મને મારી પોતાની રમતની યાદ અપાવે છે. જે ઍ સમયે મારી પાસે હતું તે આજે વિરાટની પાસે છે.
તેમણે કહ્યું હતું કે ભારતીય બેટ્સમેનો માટે મને હંમેશા પ્રેમ રહ્યો છે. વિરાટે જે આત્મબળ મેળવ્યું તે કંઇ ઍક રાતમાં નથી મળી જતું. ક્યાં તો તે તમારામાં સમાયું હોય અથવા તો તમે તેની સાથે જ જન્મ લીધો હોય. તે ફાઇટર છે અને બીજા કોઇ કરતાં પોતાની ટીમની જાતે જ રક્ષા કરે છે. તેમણે કહ્યું હતું કે મને સુનિલ ગાવસ્કર સાથે રમવાની તક મળી, જે મને હંમેશાથી ભારતીય બેટિંગના ગોડફાધર લાગતા હતા, તે પછી સચિન આવ્યો અને આજે વિરાટ છે.