બેંગલુરૂ : આઇપીએલની હાલની સિઝનમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નસીબ આડે છવાયેલું પાંદડુ હટવાનું નામ નથી લેતું, રવિવારની મેચમાં કોહલીની આગેવાની હેઠળની આ ટીમ ટી શર્ટ બદલીને મેદાને ઉતરી હતી, જો કે તે છતાં તેમના નસીબમાં કોઇ ફેરફાર આવ્યો નહોતો અને તેઓ વધુ એક મેચ હારી ગયા હતા. આ પરાજયની સાથે જ આરસીબી સાથે એક શરમજનક રેકોર્ડ જોડાયો હતો અને તે આઇપીએલના ઇતિહાસમાં સતત 6 મેચ હારનારી બીજી ટીમ બની હતી.
તેના પહેલા દિલ્હીની ટીમ 2013માં સતત 6 મેચ હારવાનો રેકોર્ડ કરી ચુકી છે. હવે આ પરાજયને કારણે વિરાટની આગેવાની હેઠળની ટીમ ટુર્નામેન્ટમાં વાપસી કરે તેવી સંભાવનાઓ લગભગ બંધ થઇ ગઇ છે. આ પરાજય પહેલા વિરાટની ટીમ સતત પાંચ મેચ હારીને ડેક્કન ચાર્જર્સ અને મુંબઇ ઇન્ડિયન્સની બરોબરી પર બેઠી હતી.
આઇપીએલમાં સતત સર્વાધિક મેચ હારનારી ટીમ
ટીમ વર્ષ પરાજય
દિલ્હી ડેરડેવિલ્સ 2013 6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2019 6
ડેક્કન ચાર્જર્સ 2012 5
મુંબઇ ઇન્ડિયન્સ 2014 5
મુંબઇ ઇન્ડિયન્સ 2015 4
મુંબઇ ઇન્ડિયન્સ 2008 4