ન્યુઝીલેન્ડ સામેની મંગળવારે રમાનારી સેમી ફાઇનલ પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ ભારતીય ટીમના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિરાટે કહ્યું હતું કે પ્રેશરના તબક્કામાં ટીમ ઇન્ડિયા હંમેશા કસોટીની ઍરણ પર ટીપાઇને ખરી ઉતરે છે. તેણે કહ્યું હતું કે મારી ટીમ આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે જીતની વ્યુહરચના સાથે મેદાનમાં ઉતરશે.
ટુર્નામેન્ટમાં અત્યાર સુધી પાંચ સદી ફટકારી ચુકેલા રોહિત શર્માની મુક્તમને પ્રશંસા કરતાં તેણે કહ્યું હતું કે મારા હિસાબે તે વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. મને આશા છે કે તે આગલી મેચમાં પણ સારું જ પ્રદર્શન કરશે. વિરાટે ભારતીય બોલરોની પણ પ્રશંસા કરીને કહ્યું હતું કે આ નોકઆઉટ ગેમમાં તેઑ શ્રેષ્ઠતમ પ્રદર્શન કરશે. સાથે જ તેણે ધોની સાથે રમવાને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે મે તેની હેઠળ રમવાનું શરુ કર્યુ હતું, તેના માટે મારા મનમાં ઘણી ઇજ્જત છે. તે મને તેની હંમેશા સારી સલાહ મળે છે. આ ઉપરાંત અંડર-19 વર્લ્ડકપ બાબતે કરાયેલા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે આવતીકાલે હું આ બાબતે વિલિયમ્સનને યાદ તાજી કરાવીશ.