વર્લ્ડ કપ પહેલાની અંતિમ વોર્મ અપ મેચમાં ચોથા ક્રમે કેઍલ રાહુલે ફટકારેલી સદીથી ખુશ કેપ્ટન વિરાટ કોહલીઍ બંને પ્રેકટિસ મેચમાં શિખર ધવન અને રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય નહીં હોવાનું જણાવ્યું હતું. કેપ્ટને ઍવો સંકેત આપી દીધો હતો કે ચોથા ક્રમના બેટ્સમેન તરીકે રાહુલે પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. કોહલીઍ કહ્યું હતું કે આ મેચનો સૌથી મોટો ફાયદો રાહુલની ચોથા ક્રમે બેટિંગ રહી હતી. દરેકને પોતાની ભૂમિકા ખબર છે, મહત્વની વાત ઍ છે કે તેણે રન બનાવ્યા અને તે જારદાર બેટ્સમેન છે.
કોહલીઍ કહ્યું હતું કે ઍમઍસ ધોની અને હાર્દિકનું પ્રદર્શન પણ જોરદાર રહ્યું હતું. જા કે બંને સીનિયર ઓપનરને ઍ પ્રકારની પ્રેક્ટીસ મળી નહોતી જેવી તેઓ પાંચમી જૂનની દક્ષિણ આફ્રિકા સામેની પહેલી મેચ પહેલા ઇચ્છતા હતા. ધવને બે મેચમાં ૧ અને બે રન બનાવ્યા જ્યારે રોહિતે બે અને ૧૯ રન કર્યા. કોહલીઍ કહ્યું હતું કે બંને વોર્મ અપ મેચમાં પહેલા બેટિંગ કરતાં અમારી સામે બે સારા પડકાર હતા. શિખર અને રોહિત જારદાર ખેલાડી છે અને આઇસીસી ટુર્નામેન્ટોમાં તેમનું પ્રદર્શન શ્રેષ્ઠ રહે છે.
કોહલીઍ બંને સ્પિનર યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે હરીફ બેટ્સમેનોઍ સારો પડકાર આપ્યો પણ અમારી બોલિંગ સારી રહી. શરૂઆતમાં બુમરાહે સફળતા અપાવી અને તે પછી કુલદીપ-ચહલની જાડીઍ કુલ ૬ વિકેટ ઉપાડી.