Virat Kohli: વિરાટ કોહલીની નિવૃત્તિ બાદ આ ખેલાડીને ટેસ્ટ ક્રિકેટમાં મળી શકે છે તક
Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લે તેવી શક્યતા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો આવું થાય, તો શ્રેયસ ઐયર, જે તાજેતરમાં પોતાના શાનદાર પ્રદર્શન માટે ચર્ચામાં છે, તેને તેના સ્થાને તક મળી શકે છે.
શ્રેયસે છેલ્લે ફેબ્રુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી. આ પછી, તેને BCCI ની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યો, પરંતુ હાર માનવાને બદલે, તેણે રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. શ્રેયસે છેલ્લી રણજી સિઝનમાં પાંચ મેચ રમી હતી અને ૬૮.૫ ની સરેરાશથી ૪૮૦ રન બનાવ્યા હતા, જેમાં બે સદીનો સમાવેશ થાય છે.
🚨 VIRAT KOHLI WANTS TO RETIRE FROM TEST CRICKET. 🚨
– Virat communicated to the BCCI that he wants to retire from Tests, but the team management expects his experience to be crucial on the England tour. (Espncricinfo). pic.twitter.com/MiHi8vqPI4
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2025
શ્રેયસ ઐયરનો ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ પણ પ્રભાવશાળી છે. તેણે 2021 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 14 ટેસ્ટમાં 36.86 ની સરેરાશથી 811 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે.
શ્રેયસનું તાજેતરનું ફોર્મ અને તેની સાતત્ય સૂચવે છે કે વિરાટ કોહલીની નિવૃત્તિ પછી તેને ભારતીય ટીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળી શકે છે.