ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ ટેસ્ટ રેન્કિંગમાં પોતાની સર્વોપરિતા જાïળવી રાખી છે. સોમવારે જાહેર કરાયેલા આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોમાં કોહલીઍ પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ટીમ ઇન્ડિયા પણ ટોચના ક્રમે યથાવત છે, બોલર્સ રેન્કિંગમાં ટોપ ટેનમાં માત્ર બે ભારતીય રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન જ સ્થાન મેળવી શક્યા છે.
ટોપ ટેન બેટ્સમેન
[table id=17 /]
ભારતીય ટીમે પોતાની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ટીમ ઇન્ડિયાઍ ઍ સિરીઝ 2-1થી જીતી હતી. બેટ્સમેન રેન્કિંગમાં વિરાટના 922 પોઇન્ટ છે. બીજા સ્થાને રહેલા ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનના 913 પોઇન્ટ છે. જ્યારે ત્રીજા સ્થાને બેઠેલા ભારતના ચેતેશ્વર પુજારાના 881 પોઇન્ટ છે. ટીમ રેન્કિંગમાં પહેલા સ્થાને ભારત પછી ન્યુઝીલેન્ડ બીજા અને દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.
ટેસ્ટ ટીમ ટોપ ટેન
[table id=9 /]
બોલર્સના રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા છઠ્ઠા અને અશ્વિન 10માં ક્રમે છે. પેટ કમિન્સ પહેલા સ્થાને છે, જ્યારે બીજા સ્થાને રહેલા જેમ્સ ઍન્ડરસન તેના કરતાં 16 પોઇન્ટ પાછળ છે. ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં જાડેજા ત્રીજા ક્રમે છે. જેમાં જેસન હોલ્ડર પહેલા અને શાકિબ અલ હસન બીજા સ્થાને છે.
ટોપ ટેન બોલર્સ
[table id=18 /]