ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી પર આઇસીસીના નિયમોના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝની પ્રથમ મેચ દરમિયાન ડગ આઉટમાં વિરાટ કોહલીને વોકી-ટોકીનો ઉપયોગ કરતા જોવામાં આવ્યો હતો. આ ફૂટેજ સામે આવ્યા બાદ ચર્ચા હતી કે વિરાટ પર આઇસીસી કાર્યવાહી કરશે પરંતુ આઇસીસીએ ક્લિનચીટ આપતા કહ્યું કે તેને પહેલાથી પરવાનગી લીધી હતી. આઇસીસીના નિયમ 4.3.1 ડગ-આઉટ અને ડ્રેસિંગ રૂમ વચ્ચે સંપર્ક માટે સંચારની અનુમતી આપે છે.
વાસ્તવમાં મેચ દરમિયાન વિરાટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી હતી. જેમાં વિરાટ વોકીટોકી પકડેલો જોવા મળ્યો હતો. જો કે, આઇસીસીએ વિરાટ કોહલીને ક્લિન ચિટ આપતા કહ્યું કે, તેણે તેની મંજૂરી લીધી હતી. આઇસીસીના નિયમ અનુસાર, ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચમાં કોઇ પણ પ્રકારના કોમ્યુનિકેશન ડિવાઇસનો ઉપયોગ કરી શકશે નહીં. જો કોઇ ખેલાડીને ઉપયોગ કરવો હોય તો તેમણે અધિકારીઓની મંજૂરી લેવાની હોય છે. ઉલ્લેખનીય છેકે, આઇસીસી દ્વારા બનાવવામાં આવેલા નિયમ અનુસાર, કોઇપણ ખેલાડી ડ્રેસિંગ રૂમમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા માલુમ પડે તો તેને આઇસીસી એન્ટી ડોપિંગનો દોષિત માનવમાં આવશે.