અમદાવાદ : ભારતના પ્રવાસે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ સામે પહેલા વન-ડે અને ત્યાર બાદ ટી20માં હરાવી ભારતે સીરીઝ પોતાના નામે કરી છે. તો મેદાનની સાથે-સાથે ન્યૂઝીલેન્ડના ક્રિકેટર્સ સોશિયલ મીડિયા પર પણ ક્રિકેટ રમી રહ્યાં હતા. જેમાં ભારતના વીરેન્દ્ર સેહવાગ પણ સોશિયલ મીડિયામાં વિસ્ફોટક ઇનીંગ રમી હતી. કિવી ટીમ તરફથી સેહવાગના દરેક શોટનો જવાબ તેની જ ભાષામાં આપવાનું કામ કરી રહ્યો હતો ન્યૂઝીલેન્ડનો સ્ટાર ખેલાડી રોઝ ટેલર. ટ્વીટર પર ટેલરની હિન્દી જોઈને ન માત્ર સેહવાગ પણ ભારતીય ફેન્સ પણ દંગ રહી ગયા. હવે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ દેશ પરત ફરી ચૂકી છે ત્યારે રોઝ ટેલરે આ વાતનો ખુલાસો કરી દીધો છે આખરે તે કેવી રીતે આટલી સારી હિન્દીમાં જવાબ આપી રહ્યો હતો.
ટેલરે હિન્દી શીખવાનો ખોલ્યો રાઝ
ટેલરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી જેમાં તેની સાથે સાથી ખેલાડી ઈશ સોઢી અને દેવ દેખાઈ રહ્યાં છે. આ ફોટોની સાથે ટેલર કેપ્શન આપ્યું કે, ‘ભારતમાં આવવું સૌભાગ્યની વાત છે. તમારી જાણકારી માટે કહી દઉ કે, સેહવાગ સાથે હિન્દીમાં થયેલી હસી-મજાક માટે આ બંને જવાબદાર છે. થેન્ક્સ ઈશ સોઢી અને દેવ. આ મેસેજની સાથે ભારતમાંથી વિદાય લઉ છું. ધુલાઈ અને સિલાઈ આગામી સમયમાં પણ ચાલુ રહેશે.’
આ પહેલા સહેવાગે ટેલરની હિન્દી માટે પ્રશંસા કરી હતી
જણાવી દઈએ કે, ટેલરની હિન્દી જોઈને સેહવાગે પણ તેની પ્રશંસા કરી હતી. સેહવાગે એક ટ્વીટમાં ત્યાં સુધી કહી દીધું હતું કે, ટેલર તારી આટલી સારી હિન્દી જોઈને સરકરા તને આધાર કાર્ડ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, રોઝ ટેલર અને ટૉમ લેથમે પહેલી વન-ડેમાં મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી. વીરુએ પોતાના અંદાજમાં ટેલરના વખાણ કરતા લખ્યું હતું કે, ‘બહુ સારું રમ્યા, દરજી જી, દિવાળીના ઑર્ડર્સના પ્રેશરનો પણ તમે સારી રીતે સામનો કર્યો.’