આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહેલીવાર ઍક ફેરફાર આવી રહ્યો છે અને તે ફેરફાર અનુસાર હવે ટેસ્ટની સફેદ ટી-શર્ટ પર વન ડે અને ટી-૨૦ની જેમ નામ અને નંબર જાવા મળશે. 22 ઓગસ્ટે જ્યારે ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામે ઍન્ટીગા ખાતે પહેલી ટેસ્ટ રમવા ઉતરશે ત્યારે તેમાં બે નંબરની ટી-શર્ટનો કદાચ જ ઉપયોગ કરવામાં આવશે. સચિન તેંદુલકરની 10 નંબરની ટી-શર્ટ અને મહેન્દ્ર સિંહ ધોનીની 7 નંબરની ટી-શર્ટ.
સચિનની 10 નંબરની ટી-શર્ટને તો બીસીસીઆઇઍ બિનસત્તાવાર રીતે રીટાયર જ કરી દીધી છે. ત્યારે સવાલ ઍ છે કે શું ધોનીની 7 નંબરની ટી-શર્ટ મામલે પણ ઍવો કોઇ નિર્ણય લેવાશે કે પછી ટેસ્ટમાં ઍ નંબર કોઇ ખેલાડીને ફાળવી દેવાશે. ઍવું માનવામાં આવે છે કે મોટાભાગના ભારતીય ખેલાડીઓ પોતાની વન ડે ટી-શર્ટના નંબર જ ઉપયોગમાં લેશે. વિરાટ 18 અને રોહિત 45 નંબરની ટી-શર્ટ પહેરશે. ધોની ટેસ્ટ રમતો નથી તેથી સવાલ માત્ર 7 નંબરની ટી-શર્ટનો છે. જા કે ઍવી સંભાવના ઘણી ઓછી છે કે કોઇ ખેલાડીને ઍ નંબર ફાળવવામાં આવે.