ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને અહીં ભારત સામેની સેમી ફાઇનલમાં વર્લ્ડકપ 2019માં પોતાના 500 રન પુરા કર્યા હતા. સેમી ફાઇનલમાં વિલિયમ્સને જેવા 19 રન પુરા કર્યા કે તેણે 500 રન પુરા કરી લીધા હતા અને તે ન્યુઝીલેન્ડ વતી ઍક જ વર્લ્ડકપમાં 500 રન પુરા કરનારો પહેલો કેપ્ટન બન્યો હતો, જો કે ખેલાડી તરીકે તે બીજા સ્થાને રહ્યો હતો.
તેના પહેલા માર્ટિન ગપ્તિલે 2015ના વર્લ્ડકપમાં 547 રન કરીને વર્લ્ડકપ ઇતિહાસમાં 500 કે તેનાથી વધુ રન કરનારો પહેલો કીવી બેટ્સમેન બન્યો હતો. વિલિયમ્સને મંગળવારે 67 રન કર્યા હતા અને તેની સાથે જ આ વર્લ્ડકપમાં તેના નામે 548 રન નોંધાયા છે અને તેણે ઍક ઍડિશનમાં સૌથી વધુ રન કરવા મામલે ગપ્તિલને પાછળ મુકી દીધો હતો.
હાલના વર્લ્ડકપમાં 500 રનનો આંકડો પુરો કરનારો તે છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા રોહિત શર્મા, ડેવિડ વોર્નર, શાકિબ અલ હસન, ઍરોન ફિન્ચ અને જો રૂટ આ આંકડે પહોંચી ચુક્યા છે અને ઍક જ વર્લ્ડકપમાં આટલા બેટ્સમેન ઍકસાથે 500 રન પુરા કર્યા હોય તેવું પહેલીવાર બન્યું છે.
વર્લ્ડકપ ૨૦૧૯માં સર્વાધિક રન કરનારા ખેલાડીઓ
ખેલાડી દેશ ઇનિંગ રન
રોહિત શર્મા ભારત 8 647
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા 9 638
શાકિબ અલ હસન બાંગ્લાદેશ 8 606
કેન વિલિયમ્સન ન્યુઝીલેન્ડ 8 548
ઍરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 9 507
જા રૂટ ઇંગ્લેન્ડ 9 500