Women’s Premier League 2025: WPL 2025 નું સત્તાવાર સમયપત્રક જાહેર, આ 4 શહેરોમાં રમાશે મેચ, 15 માર્ચે ફાઇનલ
Women’s Premier League 2025: મહિલા પ્રીમિયર લીગ 2025 ની ત્રીજી સીઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેની BCCI દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સીઝનની મેચો ભારતના ચાર મુખ્ય શહેરોમાં રમાશે, જેમાં ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઈના CCI સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મહિલા ટીમ ગુજરાત જાયન્ટ્સનો સામનો કરશે.
WPL 2025 મેચો વડોદરા, બેંગલુરુ, લખનૌ અને મુંબઈમાં રમાશે. ૧૪ થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં કુલ ૬ મેચ રમાશે, જ્યારે ૨૧ ફેબ્રુઆરીથી ૧ માર્ચ દરમિયાન બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૮ મેચ રમાશે. આ પછી, 3 થી 8 માર્ચ દરમિયાન લખનૌના એકાના સ્ટેડિયમમાં કુલ 4 મેચ રમાશે.
એલિમિનેટર અને ફાઇનલ મેચો ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા (CCI), મુંબઈ ખાતે યોજાશે. એલિમિનેટર મેચ ૧૩ માર્ચે રમાશે અને ફાઇનલ ૧૫ માર્ચે રમાશે. પહેલી વાર, મહિલા પ્રીમિયર લીગની મેચો લખનૌમાં યોજાશે, જેમાં યુપી વોરિયર્સ ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે અને ત્રણ મેચોમાં ભાગ લેશે.