પાંચ વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ શનિવારે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ રમીને પોતાનું અભિયાન શરૂ કરશે, ત્યારે બધાની નજર સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર સ્થિર થયેલી હશે. બોલ ટેમ્પરિંગ પ્રકરણને પગલે લદાયેલા પ્રતિબંધ પછી બંને ક્રિકેટર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે. આઇપીઍલમાં વોર્નરે તો પ્રેક્ટિસ મેચમાં સ્મિથે પોતાનું ફોર્મ બતાવી દીધું છે. જા કે આવતીકાલની મેચમાં ડેવિડ વોર્નરના રમવા સામે હજુ સસ્પેન્શ તોળાયેલું છે. જા તે નહીં રમે તો તેના સ્થાને ઉસ્માન ખ્વાજા ઓપનીંગમાં આવી શકે છે.
ટીમના કોચ જસ્ટિન લેન્ગરે કહી દીધું છે કે જો વોર્નર ફિટ હશે તો રમશે, જા તે ફિટ નહીં હોય તો ખોટું જાખમ નહીં લેવાય, વોર્નરની પીઠના સ્નાયુમાં ઇજા છે. લેંગરે કહ્યું હતું કે બુધવારે તેના સ્નાયુમાં સોજા જણાયો હતો. પણ તે મેચ રમવા માગે છે. વોર્નરે ગુરૂવારે પણ ટીમની નેટ પ્રેકિટસમાંં ભાગ લીધો હતો અને તેણે રનિંગ પણ કરી હતી, ઉપરાંત 90 મિનીટ સુધી તેણે બેટિંગ પ્રેકિટસ પણ કરી હતી. જા તે સંપૂર્ણ ફિટ હશે તો જ તે રમશે ઍ નક્કી છે ઍવું લેંગરે ઉમેર્યુ હતું. આ તરફ પ્રેકિટસ મેચમાં પાકિસ્તાનને હરાવનારી અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચમત્કારિક પ્રદર્શન કરીને અપસેટ કરવાની ઇચ્છા ધરાવે છે, આ મેચ આવતીકાલે કાર્ડિફના કાઉન્ટી મેદાન પર સાંજે 6.00 વાગ્યાથી શરૂ થશે.