મંગળવારે વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલ રમાવાની છે ત્યારે આ તરફ સટ્ટા બજારે વિશ્વ ચેમ્પિયન બનવા માટે ભારતીય ટીમને સૌથી પ્રબળ દાવેદાર ગણાવવા માંડી છે. લેડબ્રોક્સ અને બેટવે જેવી મુખ્ય ઓનલાઇન બેટિંગ વેબસાઇટ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 14મી જુલાઇઍ રમાનારી ફાઇનલમાં ભારતીય ટીમ સ્થાન મેળવશે અને ઐતિહાસિક લોર્ડસના મેદાન પર વિરાટ કોહલી ટ્રોફી ઉઠાવશે.
લેડબ્રોક્સે ભારતની જીત માટે 13/8નો ભાવ આપ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડને 15/8, ઓસ્ટ્રેલિયાને 11/4 અને ન્યુઝીલેન્ડને 8/1નો ભાવ આપ્યો છે. જ્યારે બેટવેઍ ભારતના વિજય માટે 2.8ઇંગ્લેન્ડ માટે 3, ઓસ્ટ્રેલિયાને 3.8 તેમજ ન્યુઝીલેન્ડ માટે 9.5નો ભાવ આપ્યો છે. 13/8ના ભાવનો મતલબ ઍ છે કે જો કોઇઍ ઍક ચોક્કસ રકમ દાવ પર લગાવી છે અને તે જીતી જાય તો તેની ઍ રકમને 13 વડે ગુણીને પછી તેને 8 વડે ભાગવામાં આવે છે અને જે રકમ આવે તે ઍ વિજેતાને મળે છે.