વેસ્ટઇન્ડિઝ સામેની વર્લ્ડ કપની પહેલી મેચમાં હારી ગયેલી પાકિસ્તાનનો વનડેમાં આ સતત 11મો પરાજય રહ્યો હતો, જે તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. આખી મેચમાં માત્ર 212 બોલ ફેંકાયા હતા, પણ વેસ્ટઇન્ડિઝના વિજયનો પાયો ઝડપી બોલરોઍ જ નાંખ્યો હતો. પાકિસ્તાનના માત્ર 4 બેટ્સમેન બે આંકડે પહોંચી શક્યા હતા અને તેમણે અંતિમ 5 વિકેટ માત્ર 5.3 ઓવરમાં ૩૦ રનના ઉમેરામાં ગુમાવી ગુમાવી હતી. ઍવું નહોતું કે ટ્રેન્ટબ્રિજની પીચમાં કોઇ ખોટ હોય. કેરેબિયન બોલરોની આક્રમક બોલિંગે પાકિસ્તાનના હાંજા ગગડાવી દીધા હતા. આજ વિકેટ પર ઓસ્ટ્રેલિયાઍ 6 વિકેટે 481 અને પાકિસ્તાને પોતે 7 વિકેટે 340 રન બનાવ્યા હતા.
પાકિસ્તાનના 7 બેટ્સમેન 2 આંકડે પણ ન પહોંચ્યા
અહીં રમાયેલી વર્લ્ડ કપની બીજી મેચમાં વેસ્ટઇન્ડિઝના ઝડપી બોલરોની શોર્ટ પીચ બોલિંગ સામે નત મસ્તક થયેલું પાકિસ્તાન માત્ર 105 રનમાં તંબુભેગુ થયું હતું. પાકિસ્તાનની ટીમની હાલત ઍટલી ખરાબ રહી હતી કે તેના 7 બેટ્સમેન બે આંકડે પણ પહોંચી શક્યા નહોતા. પાકિસ્તાનના માત્ર 4 બેટ્સમેન બે આંકડે પહોંચી શક્યા હતા અને તેમાંથી 22 રન તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો.