ગુરૂવારથી જ્યારે અહીં ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યે યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમ મેદાને ઉતરશે તેની સાથે જ 46 દિવસના ક્રિકેટ કાર્નિવલનો પ્રારંભ થઇ જશે. ગુરૂવારે ઇંગ્લેન્ડની ટીમ દક્ષિણ આફ્રિકા સામે બાથ ભીડશે ત્યારે છેલ્લા 4 વર્ષથી ચાલતી તેની યોજનાઓની પરીક્ષા થશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાયેલા 2015ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ પહેલા રાઉન્ડમાં જ બરાર થઇ હતી અને ત્યારથી તેમના દ્વારા સફેદ બોલની ગેમ પ્રત્યેના વલણ બાબતે વિચારવાનું શરૂ કરી દેવાયું હતું.
જો કે આ ચાર વર્ષમાં તેમનામાં આવલો બદલાવ ઍટલો જારદાર રહ્યો છે કે ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી અને બે વાર તેણે વનડેમાં નવા રેકોર્ડ સાથે 6 વિકેટે 481 રનનો સર્વાધિક સ્કોર પણ બનાવ્યો. ઇંગ્લેન્ડે સુધારાના આ સમયગાળામાં સૌથી વધુ ધ્યાન પોતાની બેટિંગ પર આપ્યું અને તેના કારણે ટોચના 7 ખેલાડીઓમાં તેની પાસે જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મોર્ગન અને જોસ બટલર જેવા ખેલાડી છે, જેઓ આંખના પલકારમાં મેચનું પાસુ પલટાવી શકે છે. ઇંગ્લેન્ડની ટીમ આજ સુધી વિશ્વ વિજેતા બની નથી અને આ વખતે તેના ચાન્સીસ સૌથી વધુ છે.
દક્ષિણ આફ્રિકન કોચ ગીબ્સનના મતે સંપૂર્ણ પ્રેશર યજમાન હોવાની સાથે નંબર વન ટીમ ઍવી ઇંગ્લેન્ડની ટીમ પર
બીજી તરફ દક્ષિણ આફ્રિકા જેવી ટીમે વર્લ્ડ કપમાં ઘણી નિરાશા વેઠી છે અને ચાર વર્ષ સુધી સેમી ફાઇનલમાં હાર્યા પછી તેમના પર લાગેલું ચોકર્સનું ટેગ દૂર કરવાના ઇરાદા સાથે તેઓ આવતીકાલે મેદાનમાં ઉતરશે. દક્ષિણ આફ્રિકાના કોચ ઓટિસ ગિબ્સનનું માનવું છે કે સંપૂર્ણ પ્રેશર ટૂર્નામેન્ટના યજમાન દેશ પર છે. તેમણે કહ્યું હતું કે યજમાન દેશ સામે રમવું અને તે પણ વિશ્વની નંબર વન ટીમ સામે, તો તેનાથી સારી ટુર્નામેન્ટની શરૂઆત બીજી કઇ હોઇ શકો, કારણકે તેનાથી ઍ ખબર પડશે કે અમે કેવા છીઍ અને અમારે આગળ શું કરવાની જરૂર છે. આવતીકાલની મેચમાં ડેલ સ્ટેન રમવાનો નથી ત્યારે દક્ષિણ આફ્રિકાને કગિસો રબાડા તેના પીઠના દુખાવામાંથી બહાર આવીને ફિટ બને તેવી આશા છે.