ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મંગળવારે અહીં રમાનારી વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલમાં ભારતીય ટીમનો હાથ ઉપર રહેવાની સંભાવના છે. વર્લ્ડકપના સેમી ફાઇનલના ઇતિહાસને ધ્યાને લઇઍ તો તે અનુસાર ભારતીય ટીમ આ મામલે ન્યુઝીલેન્ડ પર સરસાઇ ધરાવે છે. વર્લ્ડકપ ઇતિહાસમાં ભારતીય ટીમે આ સાથે અત્યાર સુધી કુલ 7 સેમી ફાઇનલ રમી છે. જેમાંથી 4માં તેનો વિજય થયો છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે આ સાથે અત્યાર સુધી કુલ મળીને 8 સેમી ફાઇનલ રમી છે અને તેમાંથી માત્ર 1 વાર તે જીતી છે.
વર્લ્ડકપ સેમી ફાઇનલમાં ભારત-ન્યુઝીલેન્ડ આંકડાની દૃષ્ટિઍ
દેશ મેચ જીત હાર
ભારત 7 4 3
ન્યુઝીલેન્ડ 8 1 7