જયપુર : સોમવારે અહીં રમાયેલી રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તોફાની બેટિંગ કરીને પોતાની ટીમને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઋષભ પંતે મેચ પછી કહયું હતું કે મારા મનમાં વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ન થવાનો મુદ્દો ઘુમરાતો હતો. પંતે આ મેચમાં 36 બોલમાં 78 રન કરીને દિલ્હીને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઋષભ પંતે મેચ પછી કહ્યું હતું કે મને ઘણું સારું લાગી રહ્યું છે. ટીમના વિજયમાં ફાળો આપવાનું સારું લાગે છે. હું ખોટું નહીં જ બોલું પણ પસંદગીનો વિચાર મારા મનમાં સતત ચાલી રહ્યો હતો. તેણે એવું પણ કહ્યું હતું કે મેં મારી રમત પર ફોકસ કર્યું અને તેનો મને ફાયદો થયો. વિકેટ સારી હતી અને મે તેનો ફાયદો ઉઠવ્યો. તેણે કહ્યું હતું કે તમામને પોતાની ભુમિકાની ખબર છે અને સપોર્ટ સ્ટાફ પણ અમને એ બધુ જણાવતો રહે છે.