WTC ફાઇનલ 2023 IND vs AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ 7મી જૂનથી લંડનના ઓવલ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે સજ્જ થઈ ગઈ છે. PL 2023 ખતમ થયા બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચી અને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી. હવે ભારતીય ટીમ ઓવલ મેદાન પર પહોંચી ગઈ છે જ્યાં આ ફાઈનલ મેચ રમાવાની છે. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની આ તસવીર શેર કરી છે.
ટીમ ઈન્ડિયા લંડનના ઓવલમાં પહોંચી હતી
ઓસ્ટ્રેલિયા સામે રમાનાર WTC ફાઈનલ 2023 માટે ટીમ ઈન્ડિયા લંડનના ઓવલ પહોંચી ગઈ છે. BCCIએ ટીમ ઈન્ડિયાની આ તસવીર પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. તસવીરનું કેપ્શન આપતા લખ્યું હતું કે, ‘હેલો ફ્રોમ ઓવલ.’ આ મેદાનમાં ભારતીય ખેલાડીઓ જોવા મળે છે.
Hello 👋 from the Oval.#WTC23 #TeamIndia pic.twitter.com/FsDL6tm2aI
— BCCI (@BCCI) June 4, 2023
WTC ફાઈનલ માટે ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ:
ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ (સી), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (wk), કેમરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ (wk), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, ટોડ મર્ફી, સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: મિશેલ માર્શ, મેથ્યુ રેનશો.
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટ-કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, ઈશાન કિશન (વિકેટકીપર).
સ્ટેન્ડબાય ખેલાડીઓ: યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.