Yashasvi Jaiswal યશસ્વી જયસ્વાલ સામે છે ઇતિહાસ રચવાની તક, IPLમાં સચિનથી આગળ નીકળવાના છે એક પગથિયાં દૂર
Yashasvi Jaiswal ભારતીય યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ માટે આ IPL સિઝન ઘણી ખાસ બની શકે છે. તેણે હવે એવો મજબૂત મંચ ઉભો કર્યો છે, જ્યાં તે ક્રિકેટના દેવ ગણાતા સચિન તેંડુલકરને એક વિશિષ્ટ રેકોર્ડમાં પાછળ છોડી શકે છે. હાલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમતી જયસ્વાલે IPLમાં અત્યાર સુધી 61 મેચમાં 1914 રન બનાવ્યા છે. માત્ર 86 રન પાછળ છે તે 2000 રનની ઊંચાઈ પર પહોંચી શકે – અને જો તે આગામી બે ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરે છે, તો તે સચિનની IPLમાં 63 ઇનિંગ્સમાં 2000 રનની સિદ્ધિને પાછી દઈ દેશે.
યશસ્વી હાલમાં શાનદાર ફોર્મમાં છે. છેલ્લી પાંચ મેચમાંથી ચાર મેચમાં અડધી સદી ફટકારી છે. IPL 2025 સિઝનમાં અત્યાર સુધી તેમણે 307 રન બનાવ્યા છે. RCB સામે આજની મેચ અને આગામી મુકાબલામાં તેની પાસે આ મોટો પડકાર જીતીને ઈતિહાસ રચવાની તક છે.
જયસ્વાલે IPLમાં અત્યાર સુધી બે સદી અને 13 અડધી સદી ફટકારી છે. તેના નામે 223 ચોગ્ગા અને 81 છગ્ગા નોંધાયેલા છે – જે તેના આક્રમક અને સ્થિર બેટિંગ શૈલીના પુરાવા છે. 2020થી IPLમાં પ્રવેશ મેળવ્યા બાદ તેણે સતત પોતાની જગ્યા પક્કી કરી છે અને રાજસ્થાન રોયલ્સ માટે મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો છે.
રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમે અત્યાર સુધી 8માંથી માત્ર 2 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાન પર છે. નેટ રન રેટ -0.633 દર્શાવે છે કે તેમની સામે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, જયસ્વાલનો ફોર્મ અને રન બનાવવાની ક્ષમતા ટીમ માટે એકમાત્ર આશાની કિરણ બની છે.
જયસ્વાલ માટે માત્ર આ સીઝન નહીં, પણ આખી કારકિર્દી માટે આ રેકોર્ડ મોટો મોરલ બૂસ્ટ સાબિત થઈ શકે છે. cricket જગતમાં તેના ઊભરાતા તારા તરીકેના સ્થાનને વધુ મજબૂતી આપશે.