ઇન્ટરનેશનલ કેરિયરમાંથી નિવૃત્તિ લેનારા યુવરાજ વિશે ઍવું કહેવામાં આવી રહ્યું છે કે ૩૭ વર્ષિય યુવરાજ આઇસીસીની માન્યતા પ્રાપ્ત વિદેશી ટી-૨૦ લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે પોતાની કેરિયર બનાવવા માગે છે, તેને કેનેડાની જીટી-૨૦, આયરલેન્ડ અને હોલેન્ડમાં યુરો ટી-૨૦ સ્લેમમાં રમવાની ઓફરો મળી છે. તેણે આ બાબતે બોર્ડ પાસે કોઇ મંજૂરી માગી નથી પણ તેના માટે તેને બીસીસીઆઇ મંજૂરી આપે તેવી સંભાવના છે.
બીસીસીઆઇના ઍક અધિકારીઍ કહ્યું હતું કે જા સેહવાગ નિવૃત્તિ પછી વિદેશમાં રમી શકે તો યુવરાજ ઍમ નહીં કરી શકે ઍવો કોઇ મુદ્દો મને દેખાતો નથી. તેનું ભારતીય ક્રિકેટમાં અમુલ્ય યોગદાન રહ્યું છે અને તેને હંમેશા પ્રાથમિકતા આપવી જાઇઍ.