નવી દિલ્હી : ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ આ સિઝનમાં ફરી એકવાર ધમાલ મચાવી રહી છે અને તેણે પોતાની 8 મેચમાંથી 7 મેચ જીતીને પ્લે ઓફની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે. સીએસકેની મેચ પછી હંમેશા એમએસ ધોનીની પુત્રી ઝીવા પર બધાનું ધ્યાન રહે છે.
When you receive your award once again and get to learn how to wear the cap yellovingly! #WhistlePodu #Yellove #KKRvCSK ?? @ImranTahirSA @DJBravo47 pic.twitter.com/nquXsFTiR8
— Chennai Super Kings (@ChennaiIPL) April 14, 2019
રવિવારની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ જીતી તે પછી ઝીવા ધઓની સીએસકેના ખેલાડી ડ્વેન બ્રાવોને કેપ કેવી રીતે પહેરવી તે શીખવતા જોવા મળી હતી. તે સમયે બ્રાવોએ ઉંધી કેપ પહેરી હતી અનેં ઝીવા તેને ભારપૂર્વક કહેતી જોવા મળી હતી કે આ રીતે નહીં આ કેપ આમ સીધી કરીને પહેરો. ચેન્નઇ સુપર કિંગ્સ દ્વારા આ વીડિયો પોતાના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. બ્રાવો હાલ સ્નાયુ ખેંચાઇ જવાના કારણે હાલ થોડા સમય માટે ક્રિકેટથી દૂર રહીને આરામ કરી રહ્યો છે.