Bharuch: મનુબર ગામે રહેતો સમીર દાઉદ ધોરાટ નાઓ મનુબર ગામે આવેલ હાફેજ કોલોની પાછળ આવેલ બાવળની ઝાડીમાં ગૌવંશ લાવી કતલ કરવાના ઇરાદે કુરતાપુર્વક બાંધી રાખેલ છે. જે બાતમીની તમો પો.સ.ઇ. કે.એચ.ત્રીવેદી નાઓને જાણ કરતા બે પંચો માણસોને પો.સ્ટે. બોલાવી મળેલ બાતમી વાકેફ કરી પોલીસ સ્ટાફના માણસો તથા પંચો સાથે બાતમીવાળી જગ્યાએ મનુબર હાફેજ કોલોની ના પાછળના ભાગે આવેલ બાવળની ઝાડીમાં રેડ કરતા એક ઇસમ બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં બેટરીમાં એલ.ઈ.ડી લાઈટ જોઈન્ટ કરી એલ.ઈ.ડી લાઈટના અજવાળામાં એક જંગલી બાવળના ઝાડ સાથે ગૌવંશ ઘાસ-ચારો પાણીની સગવડ રાખ્યા વગર બિન અધિકૃત રીતે કતલ કરવાના ઇરાદે ટુંકા દોરડાથી ફાંસો આવે તે રીતે ક્રુરતાપુર્વક એક ગાય બાંધેલી મળી આવેલ.
તેની નજીકમા એક ઇસમ બેસેલ પકડાઇ ગયેલ. તેને નામઠામ પુછતા તેને પોતાનુ નામ સમીર દાઉદ ધોરાટ રહે, મનુબર હાફેજ કોલોની તા.જી ભરૂચનો હોવાનો જણાવેલ તેની નજીકમા છરા તથા લાકડાના ગોળ થડ તથા એક તાળપત્રી તથા દોરડા સાથે મળી આવેલ સદર ગાય પોતે ક્યાથી લઈ આવેલ જે બાબતે કોઇ બીલ રસીદ કે આધાર રજુ કરવા જણાવતા કોઇ આધાર નહી હોવાનું જણાવતો હોય જેથી સદર ગાય કતલ કરવના ઇરાદે રાખી પકડાઇ જતા સદર ગાય લાલ કલરની સફેદ ટીપકા વાળી ઉ.વ. આશરે ચારેક વર્ષની મળી આવેલ જેની કી.રૂ. ૧૦,૦૦૦/ ગણી શકાય. જે ઉપરોક્ત બનાવ બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ. ગુ.ર.નં- ૧૧૧૯૯૦૧૧૨૪૦૨૨૮/૨૦૨૪ પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ૨૦૧૧ ના સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૬(એ), (૧) (૨) તથા ૮(૪) તથા પ્રાણી કુરતા નિવારણ અધિનીયમ ૧૯૬૦ની કલમ ૧૧(૧) એ.ઇ. એફ. એચ. મુજબ નો ગુનો નોંધાયેલ છે.
પકડાયેલ આરોપીનું નામ :
(૧) સમીર દાઉદ ધોરાટ રહે, મનુબર હાફેજ કોલોની તા.જી ભરૂચ.
કબજે કરેલ મુદ્દામાલ.-
(૧) કતલ કરવાના સાધનો મોટા છરા નંગ-૭
(૨) લાકડાના હાથાવાળી નાની મોટી છરી નંગ-૧૦
(૩) ગોળ લાકડના ખડ (ડિમ્યા) નંગ-૨
(૪) બેટરી નંગ-૧
(૫) એલ.ઈ.ડી લાઈટ નંગ-૧
(૬) તાળપત્રી નંગ-૧
(૭) દોરડા નંગ- ૯ જે મુદ્દામાલની દરેકની મળી કુલ કિ.રૂ.૧૦૮૯૦/- જે કબજે કરેલ છે.