Bharuch: છેલ્લા પાંચ વર્ષથી રાજસ્થાન રાજ્યના અજમેર પોલીસ પો.સ્ટે.ના negotiable instruments act ગુનામાં સજા પામેલા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી . ભરૂચ
એસ.ઓ.જી. ટીમને એસ ટી એસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ રાજ્યના તથા રાજ્યના બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમના ભરૂચ શહેર શીતલ સર્કલ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન પો.કો. સુરેશભાઈ રામસિંગભાઈ નાઓને મળેલી બાતમીના આધારે અજમેર પોલીસ સ્ટેશનના સેક્શન ૧૩૮ ઓફ ધ negotiable instruments act ગુનામાં સાજા પામેલા નાસ્તો ફરતો આરોપી વિકાસ મિશ્રાઓને ભરૂચ શીતલ સર્કલ રેલવે સ્ટેશન પાછળ હાજર છે જે ચોક્કસ બાતમીના આધારે તપાસ કરી મળી આવતા આરોપીને નામ ઠામની ખાતરી કરી આરોપીને સીઆરપી કલમ ૪૧(૧)આઇ પકડી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે અજમેર પોલીસ જાણ કરેલી છે.
અટક કરેલો આરોપી
વિકાસ s/o હરીદેવ મિશ્રા ઉ.વ ૩૬ રહે.હાલ. મ. નં. એ -૩૯૨ વેદ કો – ઓ. હા.સો જલધારા ચોકડી અંકલેશ્વર જીઆઇડીસી જીલ્લો ભરૂચ મૂળ રહેવાસી ધાનપુરા ગામ થાના લાભોથી તાલુકો જ્ઞાનપુર જીલ્લો બધોહી ઉત્તર પ્રદેશ.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
પો. ઈન્સ. શ્રી એ એ ચૌધરી
પો.ઈન્સ. શ્રી એમ વી તડવી
હે.કો. શૈલેષભાઈ ઇશ્વરભાઇ
પો.કો તનવીર મોહમ્મદ પારોખ
પો.કો. મોહમ્મદ ગુફરાન મોહમ્મદ આરીફ
પો.કો. સુરેશભાઈ રામસિંગભાઈ