ડેવિડ વૉર્નરની મુશ્કેલીમાં મોટો વધારો દારૂ પીને ડ્રાઇવિંગ કરવાનો ગુનો કબૂલ્યો, 18 ઓગસ્ટે સંભળાવવામાં આવશે સજા!

2 Min Read

ડેવિડ વૉર્નરે ગુનો કબૂલ્યો: ડ્રંક એન ડ્રાઇવ કેસમાં 18 ઓગસ્ટે સંભળાવાશે સજા, જેલ જવાની શક્યતા

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર મોટી કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિવિધ દેશોની ફ્રેન્ચાઇઝી T20 લીગમાં રમી રહેલા વોર્નરે દારૂ પીને વાહન ચલાવવાના (ડ્રિંક એન ડ્રાઇવ) ગંભીર કેસમાં કોર્ટ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. કાનૂની મર્યાદા કરતા બમણાથી વધુ નશાની હાલતમાં સ્ટીયરીંગ સંભાળવા બદલ હવે વોર્નર પર જેલ જવાનું ભારે જોખમ મંડરાઈ રહ્યું છે. આ મામલે કોર્ટ આવનારી ૧૮ ઓગસ્ટે પોતાનો આખરી ચુકાદો આપશે.

devid.jpg

- Advertisement -

કાનૂની મર્યાદા કરતાં બમણાથી વધુ આલ્કોહોલ મળ્યો

મળતી માહિતી મુજબ, આ ઘટના વર્ષ ૨૦૨૬ ની પાકિસ્તાન સુપર લીગ (PSL) ની સિઝન દરમિયાન બની હતી. ઇસ્ટર બ્રેક દરમિયાન વોર્નર પીએસએલની મધ્ય-સિઝનમાંથી રજા લઈને ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. ૫ એપ્રિલના રોજ સિડનીના પૂર્વીય ઉપનગરીય વિસ્તારમાં ડ્રાઇવિંગ કરી રહેલા વોર્નરને પોલીસે રૂટિન ચેકિંગ અર્થે અટકાવ્યો હતો. રોડસાઇડ ટેસ્ટ દરમિયાન તે દારૂના નશામાં હોવાનું જણાયું હતું.

ત્યારબાદ વન-વિભાગ અને પોલીસે તેને વધુ તપાસ માટે મારુબ્રા પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો. જ્યાં કરવામાં આવેલા આલ્કોહોલ રીડિંગ ટેસ્ટમાં વોર્નરનું બ્લડ-આલ્કોહોલ લેવલ ૦.૧૦૪ નોંધાયું હતું, જે ઓસ્ટ્રેલિયાના કાયદાકીય નિયમો કરતાં બમણાથી પણ વધુ છે.

- Advertisement -

devid0.jpg

વકીલે કોર્ટમાં ગુનો સ્વીકાર્યો, ૧૮ ઓગસ્ટે સજા નક્કી થશે

આ કેસની સુનાવણી ૨૧ જુલાઈના રોજ વેવરલી સ્થાનિક કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. જોકે, વોર્નર પોતે કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યો ન હતો, પરંતુ તેના વકીલ બોબી હિલે કોર્ટ સમક્ષ બેટ્સમેન વતી મીડિયમ રેન્જ ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગનો ગુનો સ્વીકારી લીધો હતો.

હવે આ મામલે કોર્ટ ૧૮ ઓગસ્ટના રોજ સજાની જાહેરાત કરશે. ઓસ્ટ્રેલિયન કાયદા મુજબ, આ ગુના માટે વોર્નરને ઓછામાં ઓછો છ મહિનાનો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થવાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, તેને ૨,૨૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો દંડ અને મહત્તમ નવ મહિના સુધીની જેલની સજા પણ થઈ શકે છે.

- Advertisement -
Share This Article