AAPની બેઠકમાં આતિશીના નામને મંજૂરી! સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત પછી દિલ્હીની ત્રીજી મહિલા સીએમ
AAP: લગભગ 10 વર્ષના લાંબા ગાળા બાદ દિલ્હીમાં ફરી એકવાર મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં શિક્ષણ મંત્રી આતિષીના નામને મંજૂરી આપવામાં આવી છે.
દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી હવે આ કેન્દ્રશાસિત પ્રદેશના નવા CM બનશે. આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. તેમના પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત દિલ્હીના સીએમ રહી ચૂક્યા છે.