નવસારી કોંગ્રેસનાં ધારાસભ્ય અનંત પટેલ અને બુટલેગર સાથેની ફોન કોલની ડિટેઈલ બહાર આવતા ભારે હોબાળો, બુટલેગરે કર્યા સતત 29 કોલ, શું સંબંધ છે ધારાસભ્ય સાથે બુટલેગરનો?

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
3 Min Read

બુટલેગર ની કૉલ ડિટેઈલથી સનસની: વાંસદા MLA અનંત પટેલની મુશ્કેલી વધી, સ્થાનિક ભાજપે ઉઠાવ્યા સવાલો

નવસારી જિલ્લાના વાંસદા તાલુકમાં બુટલેગર સાથે કોંગ્રેસનાં ધારાસભ્ય અનંત પટેલનાં ફોનની વિગતો જાહેર થતાં રાજકીય રીતે ભારે ચકચાર મચી જવા પામી છે. કોંગ્રેસનાં ધારાસભ્ય એક તરફ પોલીસના પટ્ટા ઉતારવાની શેખી મારે છે તો બીજી તરફ કોંગ્રેસનાં ધારાસભ્યનાં બુટલેગર સાથેના ફોન કોલને વિગતોને લઈ નવસારી જિલ્લાનું રાજકારણ ગરમાઈ જવા પામ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને બુટબુલેગર સાથે ગાઢ સંબધ હોવાનો આક્ષેપો સ્થાનિકો કરી રહ્યાં છે અને પોલીસે બુટબુલેગરની ધરપકડ કરી જેલના હવાલે કર્યો છે.

નવસારી જિલ્લાના વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ફરી વિવાદોમાં સપડાયા હોવાની ચર્ચાએ જોર પક્ડયું છે. એક જાહેર સભામાં પોલીસને ખુલ્ખુલેઆમ ધમકી આપતા ધારાસભ્યના કનેક્શન હવે વાંસદાના કુખ્યાત બુટબુલેગર સાથે જોડાયેલા હોવાના પુરાવા સામે આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

- Advertisement -

WhatsApp Image 2025 12 04 at 9.31.59 PM 3.jpeg

પોલીસના પટ્ટા ઉતારી લઈશું તેવું ધારાસભ્ય અનંતનં પટેલે જાહેર મંચ પરથી કહ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અનંતનં પટેલ કે જે યુવા ચહેરો છે અને વાંસદામાં તેમનું લોકો માને છે તેવું પણ છે, પણ આ ભીતરની હકીકત સાવ અલગ જ બહાર આવી રહી છે. પોલીસે એક બુટલેગર ને ઝડપ્યો છે અને તેની સામે ગુનો પણ દાખલ કર્યો છે. જોકે આ બધામાં એવું પણ સામે આવ્યું છે કે, ઝડપાયેલ બુટબુલેગર અભિષેક ઉર્ફે અભલોને ધારાસભ્ય અનંત પટેલનો નજીકનો માણસ ગણાય છે અને અનંત પટેલ સાથે તેણે ફોન પર વાત રેગ્યુલર ફોન કોલ કરતો હોવાની કોલ ડિટેઈલ પણ સામે આવી છે, ત્યારે દારૂ અને ડ્રગ્સને લઈ મોટેથી હૂંકારો કરનાર અનંત પટેલ આ બુટબુલેગર સાથે કેવા પ્રકારના ગાઢ સંબંધો ધરાવે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

- Advertisement -

સૂત્રો મુજબ સતત 29 વખત ફોન કોલ કરીને બુટલેગર ની સાથેના સંબંધોનો પર્દાફાશ થયા બાદ અનંત પટેલ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઉપરાંત બુટલેગર અભિષેકનો ધારાસભ્ય અનંત પટેલની કાર સાથેનો ફોટો પણ વાયરલ થયો છે. બુટલેગર MLA લખેલી અનંત પટેલની કાર સાથે ઉભેલો જોવા મળી રહ્યો છે. હવે લોકો સવાલ કરી રહ્યા છે અનંત પટેલ લોકસેવા માટે ચૂંટાયા છે કે બૂટલેગરની સેવા માટે ચૂંટાયા છે. નવસારી અને વાંસદામાં હવે અનંત પટેલને લઈ લોકોમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.

WhatsApp Image 2025 12 04 at 9.31.59 PM 4.jpeg

સૂત્રો મુજબ બુટલેગરની વાંસદા પોલીસ તપાસ કરી તો તેની કોલ ડિટેઈલ્સમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં બુટબુલેગરે મહિનામાં 29 વખત અનંત પટેલ સાથે વાત કરી છે, તો એક-બે કોલ એવા છે કે જેમાં અનંત પટેલે પણ બુટલેગરને કોલ કર્યો છે. તો જે રીતની કોલ ડિટેઈલ્સ છે તેને લઈ સવાલ ઉભા થયા છે કે, આ વાત દારૂને લઈને હતી કે પછી જનસેવા માટેની હતી તેને લઈ ચર્ચાએ જોર પકડયું છે, તો સ્થાનિક ભાજપના નેતાઓએ પણ આ બાબતને લઈ સવાલો ઉભા કર્યા છે. આખીય ઘટનાનાં સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હજુ સુધી આ મામલે અનંત પટેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

- Advertisement -
Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.