અમદાવાદઃ આજે છે પરિણીત મહિલાઓ માટે વર્ષનો સૌથી મહત્વપૂર્ણ દિવસ એટલે કરવા ચોથ. આ દિવસે સુહાગન મહિલાઓ પતિની દિર્ધાયુ માટે તરસ્યા- ભુખ્યા રહીને દિવસભર ઉપવાસ કરતી હોય છે અને રાત્રે ચંદ્રની પૂજા કરીને પતિની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. જો સુહાગન મહિલાઓ આ દિવસે પોતાની રાશિ મુજબ સાડી અને ચુડા એટલે કે બંગડી પહેરે તો વિશેષ લાભ મળશે.
મેષઃ મેષ રાશિનો સ્વામી મંગળગ્રહ છે આથી આ દિવસે સુહાગન મહિલાઓએ આ દિવસે લાલ અથવા ગોલ્ડન રંગની સાડી પહેરવી. આ રંગ તેમની માટે ઘણો શુભ રહેશે.
વૃષભઃ વૃષક્ષ રાશિની મહિલાઓએ કરવા ચોથાના દિવસે સિલ્વર અથવા લાલ રંગના કપડા પહરેવા. આવી કરવાથી તેમના પતિના પ્રેમ ક્યારેય ઓટ આવતી નથી.
મિથુનઃ મિથુન રાશીનો સ્વામી બુધ છે. આ રાશિની મહિલાઓએ કરવા ચોથના દિવસે લીલા રંગની સાડી પહેરવી. તેમજ આ જ રંગનો ચુડો પહેરવો જોઇએ. આવી કરવાથી તેમને ઉપવાસનું બમણું ફળ મળશે.
કર્કઃ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિની સુહાગન મહિલાઓએ લાલ-સફેદના મિશ્રણ રંગની સાડી પહેરવી જોઇએ. તેની સાથે તમે રંગબેરંગી બંગડીઓ પહેરી શકો છો.
સિંહઃ આ રાશિનો સ્વામી સૂર્ય દેવ છે આથી તેમણે લાલ, નારંગી એટલે કે ઓરેન્જ, ગુલાબી અથવા ગોલ્ડન રંગની સાડી પહેરવી જોઇએ. આવું કરવાથી પ્રભુની કૃપા અવશ્ય મળશે.
કન્યાઃ કન્યા રાશિનો સ્વામી બુધ છે. આ રાશિની સુહાગનોએ કરવા ચોથના દિવસે લાલ, લીલા કે ગોલ્ડન રંગની સાડી પહેરવી જોઇએ.
તુલાઃ આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. આથી આ રાશિની પરિણીત મહિલાઓએ કરવા ચોથના દિવસે લાલ, સિલ્વર અથવા ગોલ્ડન રંગના કપડા પહેરવા જોઇએ. આવુ કરવાથી પૂજાના શુભ ફળ તાત્કાલિક પ્રાપ્ત થાય છે.
વૃશ્ચિકઃ આ રાશિનો સ્વામી મંગળ છે. આથી મહિલાઓએ કરવા ચોથના દિવસે લાલ, મરુન કે ગોલ્ડન રંગના કપડા પહેરીને ચંદ્રની પૂજા કરવી જોઇએ. તેનાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધશે.
ધનઃ ધન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે. આ રાશિની સુહાગન સ્ત્રીઓએ કરવા ચોથના દિવસે પીળા અથવા આસમાની રંગની સાડી પહેરવી જોઇએ. તેનાથી લગ્ન જીવનમાં પ્રેમ વધશે.
મકરઃ આ રાશિનો સ્વામી શનિ છે. આ રાશિની મહિલાઓએ કરવા ચોથના દિવસે આસમાન કે વાદળી રંગના કપડા પહેરવા જોઇએ. તેનાથી લગ્ન જીવનમાં પ્રેમ વધશે.
કુંભઃ આ રાશિનો સ્વામી શનિ છે. તેથી આ રાશિની સ્ત્રીઓએ કરવા ચોથના દિવસે જાંબલી કે સિલ્વર કલરની સાડી પહેરવી જોઇએ. તેનાથી પૂજાનું શુભ ફળ જલ્દીથી પ્રાપ્ત થશે.
મીનઃ મીન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે. કરવા ચોથના દિવસે ઉપવાસ કરનાર મહિલાઓએ આ દિવસે લાલ કે ગોલ્ડન રંગની સાડી પહેરવી જોઇએ. તેની સાથે ગોલ્ડન કલરની બંગડીઓ પહેરવી તમારી માટે શુભ રહેશે.