અમદાવાદઃ નવરાત્રીના નવ નોરતામાં મહાઅષ્ટમી અને મહાનવમી એટલે કે આઠમ-નોમના નોતરાંનું અનેરું મહત્વ છે. વરાત્રિના આઠમા દિવસે દેવી મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. તેઓ સાક્ષાત માતા અંબાજી – પાર્વતીનું સ્વરૂપ છે. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા
માતા મહાગૌરીનો રંગ શ્વેતવર્ણી છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. ‘અષ્ટવર્ષા ભવેદ ગૌરી’ તેમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે.
દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. ચાર હાથોવાળી દેવી પોતાના જમણા હાથમાંથી એક હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે અને બીજો હાથ અભય મુદ્રામાં છે. તેમના ડાબા હાથમાંથી એક હાથમાં ડમરું અને બીજો હાથ વરદ મુદ્રામાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ રાહુ ગ્રહનું સંચાલન કરે છે.
પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી
આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધીયુ ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.
માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદારચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.
માતા મહાગૌરીની ઉપાસનાનો મંત્ર-
श्वेते वृषे समारुढ़ा, श्वेताम्बरधरा शुचिः।
महागौरीं शुभं दद्यान्महादेवप्रमोदया।।