મુંબઇઃ ગ્રોસરી, એડ-ટેક મ્યૂઝિક, ઇ-કોમર્સ, પેમેન્ટ્સ, ફેશન અને ફર્નિચર બાદ મુકેશ અંબાણીની નજર હવે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ બિઝનેસ પર છે. સૂર્ત્રોના મુકેશ અંબાણીની આગેવાની હેઠળની દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દુનિયાની સૌથી મોટી સિંગલબ્રાન્ડ રેસ્ટોરન્ટ ચેઇન સબવે ઇન્કની ભારતીય ફ્રેન્ચાઇઝીને ખરીદવા મંત્રણા કરી રહી છે. આ ડિલ 20થી 25 કરોડ ડોલર એટલે કે 1488 થી 1860 કરોડ રૂપિયામાં થઇ શકે છે.
સેન્ડવિચ નબાવતી કંપની Subway Incનું હેડક્વાર્ટર અમેરિકાના કનેક્ટિકટમાં છે. કંપની ભારતમાં ઘણી રિજનલ માસ્ટર ફ્રેન્ચાઇઝી મારફતે બિઝનેસ કરે છે. દુનિયાભરમાં આ કંપની રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. જો કે સબવે અને રિલાયન્સ તરફથી આ મામલે કોઇ સત્તાવાર પ્રત્યુત્તર આવ્યો નથી.
જો આ ડિલ થઇ તો તેનાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ કંપનીને સમગ્ર ભારતમાં સબવેના લગભગ 600 કરોડ મળશે અને તેને પોતાનો બિઝનેસ ફેલાવવામાં મદદ મળશે. ક્યુએસઆર માકેટમાં રિલાયન્સ રિટેલની એન્ટ્રીથી તેનો સામનો Domino’s Pizza, Burger King, Pizza Hut અને Starbucks તથા તેમના લોકલ પાર્ટનર્સ ટાટા ગ્રૂપ તેમજ JubilantGroup સાથે થશે. જામકારોના મતે પ્રાઇવેટ કંપનીઓ પણ સબવેની લોકલ ફ્રેન્ચાઇઝી ઓપરેશન્સ ખરીદવાની કોશિશમા છે.
વર્ષ 2017માં સબવેની ઘણી ભારતીય ફ્રેન્ચાઇઝી એ પરસ્પર હાથ મીલાવ્યો અને એક પ્લેટફોર્મ બનાવવાની કોશિશ કરી હતી. તેમના TA Associates અને ChrysCapital જેવા ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટર્સ સાથે વાત થઇ હતી પરંતુ કોઇ પરિણામ આવ્યુ નહીં. સબવે કોઇ એક સિંગલ પાર્ટનર મારફતે ભારતમાં પોતાનો બિઝનેસ ફેલાવવા માંગે છે. હાલ કંપની માસ્ટર ફ્રેન્ચાઇઝી નિમણૂક કરે છે જે ડાયરેક્ટ કે સબ ફ્રેન્ચાઇઝી મારફતે સ્ટોર ચલાવે છે.