અગ્રણી ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી કંપની ઝોમેટો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. સેબી ઝોમેટોને આઈપીઓ લાવવાની મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી પછી ઝોમાટો આઇપીઓ દ્વારા 1.2 અબજ ડોલર એકત્ર કરશે.
નિષ્ણાતોના મતે ચાઇનીઝ એન્ટ ગ્રુપ દ્વારા સમર્થિત કંપની ઝોમેટોના આઇપીઓની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. કંપનીએ એપ્રિલમાં આઈપીઓ માટે સેબીને અરજી કરી હતી, જેને સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ બાબતના જાણકારી રાખતા એક સૂત્રએ જણાવ્યું હતું કે ઝોમેટોના ઇશ્યૂને સોમવાર સુધીમાં મંજૂરી આપી શકાય છે. કંપની 8.7 અબજ ડોલરના વેલ્યુએશનની અપેક્ષા રાખી રહી છે. આ હોંગકોંગની ડિલિવરી પ્લેટફોર્મ Meituanમાં ઝોમેટોની લિસ્ટિંગ કરતાં વધુ છે.
ઝોમેટો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, કંપની 8250 કરોડના ઇક્વિટી શેર રજૂ કરશે. તેમાંથી 7500 કરોડ નવા ઇશ્યૂ હશે, જ્યારે કંપનીના હાલના રોકાણકારોના ઇન્ફો એજથી 750 કરોડ મળવવામાં આવશે. કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્રી આઈપીઓ પ્રાઇમરી ફંડ રેઝર દ્વારા 25 કરોડ ડોલર એકત્રિત કર્યા છે. આ સાથે કંપનીનું વેલ્યુએશન 5.4 અબજ ડોલર પર પહોંચી ગયું છે. આઈપીઓ આવ્યા પછી કંપનીને 7 8.7 અબજનું વેલ્યુએશન મળવાની અપેક્ષા છે.
કહેવામાં આવી રહ્યું છે કે કંપનીના ઇશ્યુમાં ગ્લોબલ ટેક સ્પેશિયાલિસ્ટ ફંડ્સ અને EM ફંડ્સ તરફથી ભારે રસ જોવા મળી રહ્યો છે. તેનાથી કંપનીના વેલ્યુએશનમાં વધારો થઈ શકે છે.