નવી દિલ્હીઃ મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં સોનાની કિંમત બુધવારે 159 રૂપિયા વધીને 45130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. જ્યારે ગત મંગળવારે સોનાની કિંમત 45,000 રૂપિયાની નીચે 44,971 રૂપિયા થઇ હતી.
તો ચાંદી પણ 99 રૂપિયા વધીને 61,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે, જેની કિંમત મંગળવારે 61,151 રૂપિયા પ્રતિ કિગ્રા હતી.
આજે વૈશ્વિક બુલિયન બજારમાં સોનાની કિંમત 1,733 ડોલર પ્રતિ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ રહી હતી જ્યારે ચાંદીની કિંમત 23.36 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ હતી.
આજે અમદાવાદના બજારમાં સોનાની કિંમત વધુ 100 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ 48,100 રૂપિયા થઇ હતી. આમ વિતેલ છ દિવસની મંદીમાં ઘરઆંગણે સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 1500 રૂપિયા ઘટી ગઇ છે. સ્થાનિક બજારમાં આજે સોનું ઘટ્યુ હતુ પરંતુ ચાંદી મક્કમ રહેતા એક કિગ્રાની કિંમત 64,500 રૂપિયાના સ્તરે સ્થિર રહી હતી.
કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટનો ડર અને અમેરિકાના ઇન્ફ્લેશન ડેટાની જાહેરાત પૂર્વે બુલિયનમાં બે દિવસની મંદી બાદ વૈશ્વિક બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે. આજે વૈશ્વિક બજારમાં સોનું 10 ડોલરના સુધારામાં 1740 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ઉપર ટ્રેડ કરી રહ્યુ હતુ. તો ચાંદી સાધારણ નરમાઇમાં 23.42 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહી હતી. વાયદા બજારની વાત કરીયે એમસીએક્સ ખાતે સનાનો ઓક્ટોબર વાયદો શરૂઆતમાં 46,000ની નીચે ગયા બાદ રિકવરીની ચાલમાં 200 રૂપિયા સુધરીને 46175 રૂપિયા ક્વોટ થઇ રહ્યો હતો. તો ચાંદીનો સપ્ટેમ્બર વાયદો નરમાઇની ચાલમાં 62500 રૂપિયા બોલાઇ રહ્યો હતો.