સુરતમાં પલસાણામાં આવેલી GIDCમાં આગની ઘટના સામે આવી જેમાં કોઈ કંપની આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે સદનબીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોંતી. મીલમાં વહેલી સવારે અચાનક આગ ફાંટી નીકળતા કર્મચારીઓમાં મચી અફરાતફરી જો કે બનાવની જાણ તરત જ ફાયરવિભાગેને જાણ કરાતા ફાયર વિભાગી બે ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બારડોલી અને કામરેજ ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોંતી.
આગના કારણે કંપનીમાં રહેલા માલ સામાન બળીને ભસ્મ થઈ ગયો હતો. કંપનીમાં રહેલો ગ્રે ટાંકાનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. જો કે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી ફાયર વિભાગે કુલિંગની કામગીરી હાથ ધરી હતી. આગ શાના કારણે લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ પ્રાથમિક જાણકારી અનુસાર આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
રાજકોટમાં ઝૂંપડાઓમાં આગ લાગતા એક દીકરીનું મોત ગુજરાતમા અવાર નવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજકોટમાં પણ આગની ઘટના સામે આવી હતી જેમાં ત્રણ બાળકીઓ દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યારે એક બાળકીનું મોત નિપજ્યું હતું.
રાજકોટના કુવાડવા રોડ ઉપર ઝૂંપડામાં રહેતા પિતા લાઈટ ન હોવાથી જ્યારે પેટ્રોલની બોટલ શોધવા માટે દીવાસળી હતી જે બાદ અચાનક આગ પ્રસરી ઉઠી હતી. આગના કારણે પરિવારની ત્રણ દીકરીઓ દાઝી ગઈ હતી જે પૈકી એક દીકરીનું આગમાં દાઝી જવાથી કરુણ મોત નિપજ્યું હતું.
ફાયરબ્રિગેડની અલગ અલગ સ્ટેશનની ગાડીઓએ પાણીનો મારો ચલાવીને લગભગ 3 કલાકની જહેમતે આગની જ્વાળાઓ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી. સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.મીલમાં સવારે અંદાજે પોણા સાત વાગ્યા આસપાસ કોલસાથી આગ લાગી ગઈ હતી.
કોલસાના તણખાથી સાડી અને ડ્રેસ મટીરીયલ્સના ગ્રેના તાકામાં આગ લાગી હતી. જેથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની સમગ્ર ઘટના અંગે જાણકારી મળતાં ફાયરબ્રિગેડની બારડોલી તથા પીઈપીએલની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.