મુંબઇ- હાલ ભારતીય શેરબજારમા એકંદરે તેજીનો માહોલ છે અને તેનો લાભ ઉઠાવવા માટે ઘણી કંપનીઓ પબ્લિક ઇસ્યૂ લાવી છે. હવે અગ્રણી ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો પણ આઇપીઓ લાવી રહીછે. ઝોમેટો આઇપીઓ આજે એટલે કે 14 જુલાઇના રોજ ખૂલી રહ્યો છે જે ત્રણ દિવસ સુધી ચાલશે. અમે તમને ઝોમેટો આઇપીઓ વિશે જણાવીશું….
ઝોમેટોનો આઇપીઓ કુલ 9375 કરોડ રૂપિયાનો છે. આ આઇપીઓમાં 9000 કરોડ રૂપિયા પ્રાયમરી સેલ હશે તો 375 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ મારફતે વેચવામાં આવશે.
ક્યારે ખુલશે આઇપીઓ
ઝોમેટો આઇપીઓ 14 જુલાઇના રોજ ખુલશે અને 16 જુલાઇના રોજ બંધ થશે. આ ત્રણ દિવસ દરમિયાન રોકાણકારો આઇપીઓમાં રોકાણ માટે અરજી કરી શકશે.
શુ ભાવે મળશે શેર
ઝોમેટો આઇપીઓ માટેની શેરદીઠ કિંમત 72થી 76 રુપિયા નક્કી કરવામાં આવી છે. 76 રૂપિયાના ભાવે અરજી કરવા પર શેર એલોટમેન્ટ થવાની સંભાવના વધારે રહેશે.
આ આઇપીઓ માટે શેરની ફેસ વેલ્યૂ 1 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રિટેલ અને હાઇ નેટવર્થ ઇન્ડિવ્યૂઅલ HNIની માટે 25% ટકા હિસ્સો રિઝર્વ છે. 72 રૂપિયાના હિસાબે કંપનીની વેલ્યૂએશન 56,200 કરોડ રૂપિયા છે.
26 જુલાઇના રોજ શેર ડિમેટ એકાઉન્ટમાં આવ્યા બાદ 27જુલાઇના રોજ તેના શેરનું NSE અને BSE પર લિસ્ટિંગ થશે. IPOથી પ્રાપ્ત થનાર નાણાંમાંથી 5,625 કરોડ રૂપિયા કંપનીની મૂડીગત ખર્ચ યોજના પાછળ ખર્ચાશે અને અન્ય કંપનીઓના અધિગ્રહણ પાછળ ઉપયોગ કરવામાં આવશે.